Thursday, December 1, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Messiએ તોડ્યો મારાડોનાનો રેકોર્ડ, આર્જેન્ટિના સામે હાર્યા બાદ પણ પોલેન્ડને ફાયદો
ડિસે 01, 2022 | 10:31 AM
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
ડિસે 01, 2022 | 10:31 AM
હવે તમે વિચારી રહ્યા હશો કે, કતારમાં મહાકુંભમાં આ 2 ઘટનાઓ કેવી રીતે થઈ. મારાડોનાનો રેકોર્ડ તોડવા માટે મેસ્સીને કોઈ પણ ગોલ કરવાની જરુર ન હતી.તેમણે મેદાન પર ઉતરતા જ મારાડોનાને પાછળ છોડ્યો હતો કારણ કે, તે આર્જેન્ટિના માટે ફિફા વર્લ્ડકપમાં સૌથી વધુ 22 મેચ રમનાર ખેલાડી બની ગયા છે. મારાડોનાએ 21 મેચ રમી હતી.
કતારના ગ્રાઉન્ડ પર બંને ટીમો વચ્ચે આક્રમક રમત જોવા મળી હતી. આર્જેન્ટિનાએ શરૂઆતથી જ પોલેન્ડની ગોલપોસ્ટ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. પ્રથમ હાફમાં તેણે ઓછામાં ઓછા 6 વખત ટાર્ગેટને ફટકાર્યો પરંતુ પોલેન્ડના ડિફેન્સે તેને સફળ થવા દીધો નહીં.
મેચની 38મી મિનિટમાં તો આર્જેન્ટિનાને એક પેનલ્ટી પણ મળી હતી. જે ગોલમાં ફેરવાવનું મેસ્સી ચૂકી ગયો હતો. ડાબા પગથી મારેલી કિકને પોલેન્ડના ગોલકીપરે ડાઈવ લગાવી રોકી લીધો હતો.
પ્રથમ હાફ ગોલ વગરનો રહ્યો હતો પરંતુ બીજો હાફ શરુ થતા જ આર્જેન્ટિનાએ પોલેન્ડ પર પ્રથમ ગોલ કર્યો હતો. મેચની 46મી મિનિટમાં આર્જેન્ટિના માટે ગોલ એલેકિસ્સ એલિસ્ટરે કર્યો હતો.
ખાસ વાત એ છે કે પોલેન્ડ ચોક્કસપણે આર્જેન્ટિના સામે હારી ગયું હતું, પરંતુ આ હારમાં પણ તે જીતી ગયું કારણ કે તેને નોકઆઉટની ટિકિટ મળી હતી. તેને ગોલ ડિફરન્સથી નોકઆઉટમાં પહોંચવામાં સફળતા મળી હતી, જેમાં તે મેક્સિકો કરતા આગળ હતો. પોલેન્ડ હવે નોકઆઉટમાં ફ્રાન્સ સામે ટકરાશે.
ફિફા વર્લ્ડ કપ 2022માં ગ્રુપ સીની અન્ય એક મેચમાં મેક્સિકોએ સાઉદી અરેબિયાને 2-1થી હરાવ્યું હતું. આ મેચ પણ એ જ સમયે રમાઈ રહી હતી જ્યારે આર્જેન્ટિના પોલેન્ડ સામે તેની જીતની સ્ક્રિપ્ટ લખી રહી હતી.