ગાંધીનગર32 મિનિટ પહેલા
- કૉપી લિંક

- દહેગામના આધેડ નોકરીથી ઘરે આવતા હતા
દહેગામ નરોડા હાઇવે પર આવેલા ગલુદણ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે ટુ વ્હિલર ચાલકનંુ મોત થયંુ હતંુ. દહેગામમાં રહેતા આધેડ નોકરીથી રાતના સમયે ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત થયો હતો. જેમાં આધેડ રોડ સાઇડમાં પટકાતા મોત થયુ હતુ. આ બનાવની ફરિયાદ ડભોડા પોલીસે કાર્યવાહી કરી હતી.
દહેગામ વાસ્તુપૂજા ફ્લેટમા રહેતા ધર્મેન્દ્રભાઇ રમણલાલ પટેલ કુહા ગામમાં આવેલી બેન્ટલે એન્જિનિયરિંગમાં નોકરી કરતા હતા. નિત્યક્રમ મુજબ સવારે તેમનુ ઇટર્નો નંબર જીજે 18 એડી 9745 લઇને નોકરી જઇ અને રાત્રે પરત આવતા હતા. ત્યારે ગત રાત્રિના સમયે ધર્મેન્દ્રભાઇ તેમનું ટુ વ્હીલર લઇને નોકરીથી દહેગામ ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ગલુદણથી શિવપુરા કંપા વચ્ચે અજાણી કારનો ચાલક ટુ વ્હીલરને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.
જેમા ધર્મેન્દ્રભાઇ રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવની જાણ તેમના પત્નીને થતા તેમના દિયર મયૂરભાઇ સાથે બનાવ સ્થળે પહોંચ્યા હતા. જ્યા ધર્મેન્દ્રભાઇ રોડ સાઇડમાં પટકાયેલા જોવા મળતા હતા. આ બનાવ બાદ 108 એમ્બ્યુલન્સને બોલાવતા તાત્કાલિક દહેગામ હોસ્પિટલમા ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જેથી મૃતકના ભાઇ મયુરભાઇએ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.