السبت، 31 ديسمبر 2022

અમદાવાદના પાર્ટી પ્લોટ અને કલબોમાં NEW YEAR સેલિબ્રેશન, DJના તાલે યુવાનોના ઠુમકા; સાન્તાક્લોઝ અને ટેબલો સાથે બાળકોનો ડાન્સ | New Year celebrations in Ahmedabad's party plots and clubs, young people dance on DJ; Children dance with Santa Claus and tables

અમદાવાદ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજે 31મી ડિસેમ્બર અને નવા વર્ષ 2023ના આગમનની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2023ના શરૂઆતની અમદાવાદીઓ દ્વારા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. શહેરના એસજી હાઇવે પર અને સિંધુભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટ તેમજ કલબોમાં NEW YEAR પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ડાન્સ કરી અને નવા વર્ષને મનાવી રહ્યા છે. સિંધુભવન રોડ પર આવેલા લેવિસ ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજાયેલી પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવક- યુવતીઓ ડીજેના તાલે ડાન્સ કરી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

સાન્તાક્લોઝ અને ટેબલો સાથે બાળકોએ કર્યો ડાન્સ
તો બીજીતરફ 31st ડિએમ્બરની ઉજવણીને લઇને જજીસ બંગ્લો રોડ ઉપર સાન્તાક્લોઝ અને ટેબલો સાથે બાળકો નાચતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જજીસ બંગલો રોડ પર લોકો પોતાના બાળકો સાથે સાન્તાક્લોઝ સાથે ફોટા પડવાતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત સીજી રોડ પર લોકોની અવરજવર શરૂ થઈ છે. પરંતુ હજુ વધુ સંખ્યામાં લોકો ન આવતા રોડ રસ્તા ચાલુ રાખવામાં આવ્યા છે. સમગ્ર સીજી રોડ ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સીજી રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સીજી રોડ ઉપર આવેલ મ્યુનિસિપલ માર્કેટમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.