અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા
લોકશાહીના પર્વને ઉજવવા માટે દરેક મતદાર ખૂબ ઉત્સાહથી મતદાન કરે એ જરૂરી છે. પોત-પોતાના વેપાર-ધંધા છોડી કારખાનામાં નોકરી કરતા કારીગરોને પણ મતદાનના દિવસે રજા આપવામાં આવે છે. જેથી સમયસર મતદાન થઈ શકે અને લોકશાહીની ફરજ અદા થઈ શકે. ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રક ખાતે અમેરિકાથી આવેલ એનઆરઆઈ પ્રકાશ શાહ દ્વારા આજે પ્રા.શાળામાં મતદાન કર્યું હતું.

દેશના વિકાસમાં સહયોગ આપવા અપીલ
પ્રકાશ શાહ મૂળ બાયડના ગાબટ ગામના વતની છે. તેમના પિતા શ્રી કે.કે.શાહ તામિલનાડુના ગવર્નર હતા. પ્રકાશ શાહ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં જીવન વિતાવતા અને માત્ર 9 ડોલર લઈ અમેરીકા ગયા હતા. ખૂબ મહેનત કરી દરેક રીતે પ્રગતિ કરી પણ પોતાના દેશ પ્રત્યે વતન પ્રત્યેનો પ્રેમ હજુ પણ એટલો જ છે. જેથી તેઓ લોકશાહીના પર્વ વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ફરાજ અદા કરવા છેક અમેરિકાથી બાયડ ખાતે મત આપવા આવ્યા છે. મત આપ્યા બાદ ખૂબ ભાવુક થયા હતા અને દરેક મતદારે પોતાનો પવિત્ર મત આપી દેશ અને રાજ્યના વિકાસમાં સહયોગ આપવો જોઈએ એવી અપીલ કરી હતી.
