ગાંધીનગર9 મિનિટ પહેલા
- કૉપી લિંક
- કર્મચારીઓ પણ હાજર ન રહેતા મુલાકાતીઓને ધક્કા
ચૂટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા સવેતન રજાનો લાભ આપવામાં આવ્યો છે. આથી અન્ય કર્મચારીઓએ પણ ગુલ્લી મારતા સરકારી કચેરીઓ સુમસામ ભાસતી હતી. મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ, વીવીપેટ સહિતનું ચૂંટણીલક્ષી સાહિત્ય જમા લેવાનાં આખી રાત્રીનો સમય ગયો હતો.
આથી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને બીજા દિવસે સવેતન રજાનો લાભ આપવામાં આવ્યો છે. જેને પરિણામે તારીખ મંગળવારના સરકારી કચેરીઓમાં અનેક સ્ટાફ રજા ઉપર હોવાથી ટેલબ ખાલી લાગતા હતા. જોકે આનો લાભ અન્ય કર્મચારીઓએ પણ લઇ લેતા તેઓએ પણ ગુલ્લી મારતા કચેરીઓ ખાલી ખમ લાગતી હતી.
હાલમાં લગ્ન સીઝન ચાલતી હોવાથી અમુક કર્મચારીઓએ રજા મુકી હતી. જ્યારે અમુક કર્મચારીઓએ ગુલ્લી મારીને રજાને બચાવી હતી. પરંતુ કર્મચારીઓની આવી નીતિને પગલે કચેરીના કામે આવતા અનેક મુલાકાતીઓને ધરમ ધક્કા ખાવાની ફરજ પડી હતી. જેઓનો ધન, ધીરજ અને ધક્કાનો અનુભવ થયો હતો.
જોકે કચેરીઓમાં હાજર કર્મચારીઓમાં પણ ચૂંટણીને લઇને કોની સરકાર બનશે. વિવિધ સંસ્થાઓએ આપેલા ઓપિનિયલ પોલ સાચા પડશે કે નહી સહિતની ચર્ચાઓ જોવા મળતી હતી. આથી સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ કામગીરી આગામી સોમવારથી થાય તેવી શક્યતા રહેલી છે.