મોરબી24 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભારતના શત્રુ ચીન કે અમેરિકા નહીં પરંતુ તમાકુ જેવા માદક પદાર્થો છે. ત્યારે આવા માદક પદાર્થો અર્થે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય અને સમાજને વ્યસનથી થતા શારીરિક, આર્થિક નુકસાન અને વ્યસન છોડવા માટે માહિતીગાર કરવા તમાકુ સેલ દ્વારા નવા જાંબુડીયા પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.

શ્રેષ્ઠ ચિત્રનું સર્જન કરનારને વિદ્યાર્થીઓને પુરસ્કાર
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તમાકુ કન્ટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- લાલપર, HWC જાંબુડીયા દ્વારા જાંબુડીયા ગામે આવેલી નવા જાંબુડીયા પ્રાથમિક શાળામાં વ્યસન અંગેની જાગૃતિ કેળવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 48 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, સ્ટોપ સ્મોકિંગ જેવા કલ્પનાશીલ અને માર્મિક ચિત્રોને વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા. જેમાંથી શ્રેષ્ઠ ચિત્રનું સર્જન કરનારને વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અન્ય 45 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે પેન, પેન્સિંલ, રબ્બર, સંચો સહિતની સ્ટેશનરી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે મેડિકલ ઓફિસર ડો.હિરેન વાસદડીયાના સ્ટાફ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વ્યસન દ્વારા થતી શારીરિક અને આર્થિક નુકસાની વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય, તમામ સ્ટાફગણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- લાલપરના સુપરવાઈઝર દિપકભાઈ વ્યાસ, સબ સેન્ટર જાંબુડીયાના સ્ટાફ, CHO- કિંજલ ચાવડા, FHW હિરલબેન પરમાર, MPHW- જયેશભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી.


