Sunday, December 11, 2022

પાટણ વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા ફરજ પર તૈનાત બીએસએફ જવાનોએ વિદાય લીધી, સંતોએ આર્શિવાદ પાઠવ્યાં | Patan assembly election ends peacefully, BSF jawans leave on duty, saints offer blessings

પાટણ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો, વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે તારીખ 2/12/2022/થી/10/12/2022 ના સમય દરમિયાન પાટણ જિલ્લાની ચારેય બેઠકો પર અલગ અલગ રાજ્યોમાથી બંદોબસ્ત માટે બીએસએફના જવાનોને ફરજ સોંપવામાં આવી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા ફરજ પર તૈનાત બીએસએફ જવાનોએ વિદાય લીધી હતી.

દોલતરામજી બાપુના આશ્રમમાં ઉતારો આપવા આવ્યો હતો
પાટણ વિધાનસભા બેઠક પર ફરજ સોંપવામાં આવેલા બીએસએફ બટાલીયન ટીમ નં.172 નાં 160 જેટલા બીએસએફ જવાનોને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે આ જવાનોને રહેવા જમવાની સાથે તમામ પ્રકારની સુવિધાઓ પાટણના નોરતાતીર્થ ધામના સંત દોલતરામજી બાપુના આશ્રમમાં ઉતારો આપવા આવ્યો હતો.
બીએસ એફના જવાનો ભાવુક બન્યા
બીએસએફના 160 જેટલા જવાનોને ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે નોરતા ધામના સંત દોલતરામ બાપુ એ પોતાના પરિવાર અને અનુઆયીઓએ તમામ પ્રકારની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી હતી. પાટણ વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન બન્યા બાદ પોતાની પ્રસંસનિય ફરજ બજાવી વિદાય લઈ રહેલા બીએસએફના જવાનો એ નોરતધામ નાં સંત દોલતરામ બાપુ અને તેમના પરિવારજનો સહિત અનુયાયીઓ દ્વારા પુરી પાડવામાં આવેલ સુવિધાઓ બદલ વિદાય લઈ રહેલા જવાનો એ આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ વિધાનસભા બેઠક પર ખાસ ફરજ સોંપવામાં આવેલાં 160 આર્મીના જવાનોને દોલતરામજી મહારાજ સહિત આશ્રમ પરિવારે હૃદય પૂર્વક આશીર્વાદ આપી ભારત માતાકી જય, વંદે માતરમના નારા સાથે હુંફાળું વિદાયમાન આપતા બીએસ એફના જવાનો ભાવુક બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે…