પછાત વિસ્તારોમાં મતદાનની લાઇનો, પોશ એરિયામાં સુસ્ત | Polling lines in backward areas, sluggish in posh areas
ભાવનગર6 મિનિટ પહેલા
- કૉપી લિંક
- મતદાનમાં પક્ષ નહીં સમાજ અગ્રતાક્રમે રહ્યો
- ઉમેદવારોને વિચારતા કરી મૂકે તેવી મતદાનની પેટર્ન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ભાવનગર જિલ્લાની બેઠકો પર પોશ વિસ્તારોની સરખામણીએ પછાત વિસ્તારોમાં મતદાતાઓએ વધુ જાગૃતિ બતાવી અને જબ્બર મતદાન કર્યુ હતુ. રાજકીય પક્ષ નહીં, સમાજના ઉમેદવારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા મતદાન તમામ ઉમેદવારોની ઊંઘ મત ગણતરીના દિવસ સુધી કરી નાંખવાની છે.
ભાવનગર શહેરની બે વિધાનસભા બેઠકો પર મતદાન તો શાંતિપૂર્ણ પત્યુ, પરંતુ મતદાનના અાંકડાઓ અને પેટર્ને ઉમેદવારોને વિચારતા કરી દીધા છે.ભાવનગર શહેરની બંને બેઠકો તળે આવતા પછાત વિસ્તારો કુંભારવાડા, મોતીતળાવ, મીલની ચાલી, કરચલીયા પરા, સાંઢીયાવાડ, અમીપરા, બાપેસરાકુવા, રાણીકા, ખેડૂતવાસ, આડોડીયાવાસ, માઢીયા રોડ, વડવા, સ્ટેશન રોડ, હાદાનગર, ઇન્દીરાનગર સહિતના વિસ્તારોમાં મતદાતાઓએ સવારથી જ મતદાન અંગે જાગૃતિ બતાવી અને કતારબધ્ધ ઉભા રહી ગયા હતા.
ઓછું ભણેલા, અભણ સહિતના પછાત વિસ્તારના લોકોને મતદાન મથક શોધવામાં પડેલી મુશ્કેલીઓને પણ ભૂલી મતદાન કરવામાં જાગૃતિ બતાવી હતી.તો બીજી તરફ ભાવનગરના તમામ પોશ વિસ્તારો, સોસાયટીઓના મતદારોમાં ભેદી રીતે સુસ્તતા જોવા મળી હતી. પોશ વિસ્તારના લોકોની મતદાન અંગેની નિરસતાઅે ઉમેદવારોને વિચારતા કરી દીધા છે.
Post a Comment