પોરબંદર39 મિનિટ પહેલા
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના દ્વારા રાજયભરમાં થતા વાહન અકસ્માતોને અટકાવવા તમામ જિલ્લા /શહેરમાં રેડીયમ રીફલેક્ટર ડ્રાઇવનું આયોજન કરવા જણાવવામાં આવેલું છે. જે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચનાથી પોરબંદર જિલ્લામાં માર્ગ અકસ્માત નિવારવાના હેતુથી તા.13/12/2022 થી તા.22/12/2022 સુધી રેડીયમ રીફલેક્ટર લગાડવા અંગે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલુ હતુ.

રેડીયમ રીફલેક્ટર ડ્રાઇવ દરમિયાન રાષ્ટ્રીય માર્ગ, રાજ્ય માર્ગ તેમજ અન્ય માર્ગો પર વાહન માલીક, ડ્રાઇવરોને જાગૃત કરવાના હેતુસર અવરનેસ કેમ્પેઇન કરી હાઈવે પર પાર્ક કરેલા વાહનો બંધ હાલતમાં પડેલા વાહનો હટાવી રેડીયમ રીફલેક્ટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ લાંબા રૂટમાં ડ્રાઇવીંગ કરતા વાહન ચાલકોને સમજ કરવામાં આવી હતી કે રાત્રિના સમયે ઉંઘ આવે ત્યારે વાહન વ્યવસ્થિત રીતે પાર્ક કરી હોટેલ, ધાબા કે ગેસ્ટ હાઉસમાં આરામ કરવો જોઈએ અને ડ્રાઇવીંગ ન કરવું જોઈએ. જેથી ઉંઘ કે જોકુ આવી જવાથી અકસ્માતનાં બનાવોને બનતા અટકાવી શકાય. તેમજ વાહનો માલીકો/ ડ્રાઈવરોને સીટબેલ્ટ, હેલમેટ પહેરવા તથા ચાલુ ગાડીએ સેલ ફોનનો ઉપયોગ ના કરવા, ગતિ મર્યાદામાં વાહન ચલાવવું વગેરે ટ્રાફિક જાગૃતિ અંગે અવરનેસની કામગીરી કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરીમાં પોરબંદર જિલ્લા ટ્રાફિક પો.સબ ઇન્સ. કે.બી. ચૌહાણ તથા એએસઆઈ બી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા તથા ટ્રાફિક બ્રિગેડનાં જવાનો જોડાયા હતા.


