Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: : કોંગ્રેસ નેતા અમરીશ ડેરે………અને ભાજપના નેતા……..ને ……..મત મળ્યા હતા. કોંગ્રેસ ફરી એક વખત અમરેલીની હાઈપ્રોફાઈલ ગણાતી રાજુલા બેઠક પર પંજો લહેરાવવામાં સફળ રહી છે.

રાજુલા ચૂંટણી પરિણામ 2022
ગુજરાતની રાજુલા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: ગુજરાત ચૂંટણી પરિણામ આ વખતની ટર્મમાં કોંગ્રેસે અમરીશ ડેરને રાજુલા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 7113777 ની જંગમ મિલકત છે. તેમણે BA સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે હિરાભાઈ સોલંકીને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 145578589 ની જંગમ મિલકત છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓએ SSC સુધીનો અભ્યાસ કર્યો છે. તો આમ આદમી પાર્ટીએ ભરત બલદાણિયાએ ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આપને જણાવી દઈએ કે તેઓએ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.
ભાજપના વિજય રથ પર કોંગ્રેસે ફરી મારી બ્રેક
જો અમરેલીની રાજુલા બેઠકની વાત કરીએ તો 2017 માં ભાજપના હીરા સોલંકીને 71,099 મત મળ્યા, તો કોંગ્રેસનાઅમરીશ ડેરને 83,818 મત મળ્યા. જેથી અમરીશ ડેરે 12,719 મત મેળવી વિજય મેળવ્યો. જો 2012ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભાજપના હીરા સોલંકીને 75,774 મત મળ્યા, તો કોંગ્રેસના બાબુ રામને 56,737 મત મળ્યા. જેથી હીરા સોલંકીએ 18,710 મત મેળવી જીત મેળવી.આમ તો આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ 2017માં અહીં ભાજપે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સમાજનું છે રાજુલા બેઠક પર પ્રભુત્વ
રાજુલા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરીએ તો આ બેઠક પર કોળી મતદારો વધુ છે. જો કે વર્ષ 2017માં હીરા સોલંકીને પોતાના જ સમાજની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે જ તેને ચૂંટણીમાં કારમી હાર મળી હતી. તો સાથે આ બેઠક પર આહીર જ્ઞાતિના મતદારો પણ ધરાવે છે.