9 મિનિટ પહેલા
15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારે હવે કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે હવે ભાજપ દ્વારા વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. તેઓ બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે. જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું છે.
ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના શપથ પહેલાં જ નામની ચર્ચાઓ હતી 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ત્યારે જ વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતું. ત્યારે વિધાનસભા અધ્યક્ષની રેસમાં રમણ વોરા અને ગણપત વસાવા પણ હતા. જો કે, વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે માત્ર જેઠા ભરવાડનું નામ ચર્ચામાં હતું. હવે સત્તાવાર રીતે ભાજપે સ્પષ્ટ બહુમતીના કારણે શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ બનાવ્યા છે.
અન્ય સમાચારો પણ છે…