Wednesday, December 14, 2022

છોટા ઉદેપુરમાં નવદુર્ગા કોટન જીનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા; સઘન તપાસ માટે ડોગ સ્કવોર્ડની મદદ લેવામાં આવી | Smugglers strike Navdurga Cotton Gin in Chhota Udepur late at night; The help of dog squad was taken for intensive investigation

છોટા ઉદેપુર23 મિનિટ પહેલા

અવારનવાર જિલ્લામાં ચોરી અને લૂંટફાટના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સંખેડાના હાંડોદ નવદુર્ગા કોટન જીનમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જીનની ઓફિસની તિજોરી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તસ્કરો જીનના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પોલીસેને જોણ કરતા હાથફેરાની સઘન તપાસ માટે ડોગ સ્કવોર્ડની મદદ લેવામાં આવી હતી.

જીન કંપાઉન્ડ કૂદીને રાત્રીના અંધારામાં ભાગી ગયા
સંખેડાના હાંડોદ પંથકમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યાં છે. ત્યારે સંખેડા પોલીસની રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડાડીને તસ્કરો બેફામ બન્યાં છે. છેલ્લા દશ દિવસમાં બીજી વખત તસ્કરો ત્રાટક્યા છે. હાંડોદ ખાતેની નવદુર્ગા કોટન જીનમાં ગત મોડી રાત્રે લગભગ બે વાગ્યાના અરસામાં 5થી 6 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરોએ જીનમાં કર્મચારીઓને એક રૂમમાં પૂરી દઈને ઓફિસના આગળના ભાગમાં મુકેલી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તિજોરી ન તૂટતા તિજોરી ઘસડીને બહાર લઈ ગયા હતા. આ દરમિયાન જીનના મેનેજર અને સુપરવાઈઝરે જીન માલિક મેહુલ પટેલને ફોન કર્યા બાદ પોલીસને ફોન કરી દેતા પોલીસ અને જીન માલિક ઘટનાસ્થળે પહોચી જતા તસ્કરો તિજોરી મૂકીને જીન કંપાઉન્ડ કૂદીને રાત્રીના અંધારામાં ભાગી ગયા હતા.

બે થેલા મળી આવતા તપાસ કરી
તસ્કરો ભાગી ગયા બાદ પોલીસે તપાસ કરતા જીનના કંપાઉન્ડ પાસેથી બે થેલા મળી આવતા તેમાં તપાસ કરતા કપડાં તેમજ બે પાકીટ મળી આવ્યા હતા. જેમાંથી એક આધાર કાર્ડ વિજય દિપા પલાસ, રહે. બામલ્યા ફળીયા, ખજુરિયા આંબલી નાધેલાવ, જી. દાહોદનું મળી આવ્યું હતું.

દશ દિવસમાં બીજી વખત તસ્કરોનો તરખાટ
નવદુર્ગા કોટનમાં તસ્કરોએ કરેલા હાથફેરાની સઘન તપાસ માટે ડોગ સ્કવોર્ડની મદદ લેવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, જીનના કર્મચારીઓની સમય સૂચકતાને લઇને તસ્કરો ખાલી હાથે પાછા ફર્યા હતા.પરંતુ હાંડોદમાં દશ દિવસમાં બીજી વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: