- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- Student’s Body Found Hanging In Hostel Room In Malpur; The Police Conducted An Investigation Into The Incident; The Cause Of Death Is Still Unknown
અરવલ્લી (મોડાસા)8 મિનિટ પહેલા
છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લામાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે માલપુર તાલુકાના ગોવિંદપુર કંપા ગામે આવેલા છાત્રાલયની રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

માલપુરના ડબારણ ગામનો વતની ગુકુલ અરજણ મસાર ગોવિંદપુર કંપા ગામે આવેલ શાળા માં અભ્યાસ કરતો હતો અને એજ ગામના બક્ષીપંચ છાત્રાલયમાં રહેતો હતો. શુક્રવારે બપોરે આ વિદ્યાર્થી શાળાની રીસેસમાં છાત્રાલયમાં પરત આવ્યો હતો. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યા પછી છત્રલાયના અન્ય વિદ્યાર્થીઓ છાત્રાલયમાં પોતાની રૂમ પર પરત આવ્યા. ત્યારે ગોકુલ મસારની રૂમ અંદરથી બંધ હાલતમાં જોવા મળી હતી. રૂમની બારીમાંથી જોયું તો ગોકુલ મસાર રૂમમાં લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈ ગૃહપતિએ માલપુર પોલીસને અને વિદ્યાર્થીના વ્હાલીજનોને જાણ કરી હતી. જાણ થતાં માલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વ્હાલીના આવ્યા બાદ મૃતદેહને નીચે ઉતારી માલપુર સીએચસીમાં પીએમ અર્થે મોકલી અપાયો હતો. મૃત્યુ થવાનું કારણ હાલ અકબંધ છે. ફક્ત ધોરણ – 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અભ્યાસના સ્થળે ગળેફાંસો ખાય તે બાબત સૌ કોઈ માટે વિચારમાં મૂકે તેવી છે. જોકે હાલ તો માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
