Saturday, December 24, 2022

ગોધરાની બહેરા-મૂંગા શાળાનાં વિદ્યાર્થીઓએ સાયન્સ સીટીની મુલાકાત લીધી | Students of Godhra Deaf and Dumb School visited Science City

પંચમહાલ (ગોધરા)17 મિનિટ પહેલા

લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ગાંધીનગરના સૌજન્યથી પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી બહેરા મૂંગા શાળાનાં વિદ્યાર્થીઓને સાયન્સ સીટી ખાતે નિ:શુલ્ક મુલાકાત કરાવામાં આવી હતી.

આ વિજ્ઞાન શૈક્ષણિક પ્રવાસ અંગેનો મુખ્ય હેતુ આ પ્રકારના બાળકો સ્પર્શ દ્વારા વિજ્ઞાન સાથે સંકળાય અને અનુભવ કરે તે હતો. ઉલ્લેખનીય છે કે, ઉપસ્થિત બાળકોને સાયન્સ સીટી મુલાકાત દરમિયાન તેઓની ભાષા મુજબ સમજણ મળી રહે તે અંગે પણ ખાસ ગાઈડનું આયોજન કરવામા આવ્યું હતુ.

ઉપસ્થિત વિદ્યાર્થીઓએ રોબોટીક્સ ગેલેરી, એકવાટીક ગેલેરી, નેચર પાર્ક, ગ્લોબ, હોલ ઓગ સાયન્સ જેવા વિવિધ વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. એકવાટીક ગેલેરીમાં જુદા-જુદા જળચરો નિહાળ્યા હતા. ખાસ આકર્ષણ રૂપ એવા ઠંડક વાળા પ્રદેશમાં વસતા પેંગ્વીન જોવાનો અલભ્ય લાભ બાળકોએ લીધો હતો. સવારે શાળા ખાતેથી નિર્ધારિત સમયે બસનું પ્રસ્થાન લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડૉ.સુજાત વલી દ્વારા કરાવામાં આવ્યું હતુ. ઉપસ્થિત બાળકોને વિજ્ઞાન જગતને નિહાળવાનો અદભૂત લ્હાવો મળ્યો હતો. આ પ્રવાસનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનમાં રસ રૂચી ઉત્પન્ન થાય તેમની જીજ્ઞાસા સંતોષાય તે હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: