પાટણ24 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ શહેરની વી એમ દવે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા તુલસી પૂજન કરીને નવા વર્ષ 2023નાં સ્વાગતની ઉજવણી કરવામાં આવી.

નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરાયું
હિન્દુ સંસ્કૃતિમાં તુલસીનો પૂજન પવિત્ર ગણવામાં આવે છે, ત્યારે વર્ષના અંતિમ દિવસે કંકુ પૂજન કરી ગાયત્રી મંત્ર બોલી પુષ્પોથી વધાવીને તુલસી પૂજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો શાળામાં આજે ફેન્સી ડ્રેસ જેવા કે પોલીસ સૈનિક, ડૉક્ટર, શિક્ષક, વકીલ જેવા વિવિધ પ્રકારના પોશાકો પહેરીને આવ્યા હતા. નાના-નાના બાળકોએ બાળગીતો પણ ગાયાં હતાં. ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આશિષ વચન આપ્યાં
આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફગણે હાજરી આપી હતી. મમતાબેન ખમારે અને જયેશ વ્યાસે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને બિરદાવી નવા વર્ષમાં ઉમદા રીતે શૈક્ષણિક કાર્ય કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આશિષ વચન આપ્યાં હતાં.
