Monday, December 5, 2022

સુરત મહાનગરપાલિકા દ્વારા દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પર આવવા માટે તડામાર તૈયારીઓ શરૂ | Surat Municipal Corporation has started preparations to become the first in cleanliness in the country

સુરત17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત શહેરનો પહેલો નંબર આવે એના માટે સુરત મહાનગરપાલિકા કામે લાગી - Divya Bhaskar

સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત શહેરનો પહેલો નંબર આવે એના માટે સુરત મહાનગરપાલિકા કામે લાગી

સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત મનપા દ્વારા તમામ ઝોનની અંદર સેનિટેશન, ડ્રેનેજ, રોડ, લાઈટ સહિતના વિભાગો દ્વારા સંકલિત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. દેશમાં નંબર વન સ્થાન મેળવવા માટે મહાનગરપાલિકા કામે લાગી છે.

પહેલો નંબર મેળવવા પ્રયાસ
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરનો બીજો ક્રમ આવે છે. ત્યારે સુરત શહેરમાં 1 નબરે આવે તે માટે સુરત મનપા દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મનપા કમિશનરે તમામ ઝોનલ ચીફને સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત મનપા દ્વારા તમામ ઝોનની અંદર સેનિટેશન, ડ્રેનેજ, રોડ, લાઈટ સહિતના વિભાગો દ્વારા સંકલિત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.

તમામ ઝોનમાં કામગીરી શરૂ
આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, મનપા કમિશનર શાલીની અગ્રવાલે મીટીંગ કરી તમામ ઝોનલ ચીફ તેમજ તમામ વિભાગોને રોજે રોજ કામગીરી કરવા સુચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે સુરતના તમામ ઝોનની અંદર સંકલિત ડ્રાઈવનું આયોજન કરાયું છે. આ ઝુંબેશ અંતર્ગત લોકોને સફાઈને લઈને જાગૃત કરાઈ રહ્યા છે. ડ્રેનેજની કામગીરી જણાઈ તે માટેની ટીમ પણ ઉપસ્થિત છે. જે જગ્યાએ રોડ રીપેરની કામગીરી જણાઈ તે પણ કામગીરી કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે…