- Gujarati News
- Local
- Gujarat
- Anand
- There Was A Fight Over Making The Mother’s Cremation In Ood, The Matter Got Worse When They Asked To Make The Mother’s Cremation In Their Own Farm.
આણંદ8 મિનિટ પહેલા
- કૉપી લિંક

આણંદના ઓડ ગામની લાખુ સીમ વિસ્તારમાં પોતાના ખેતરમાં મઢ બનાવવાનું કહેતા ખેડૂત પર લાકડાના દંડાથી હુમલો કરવાનો બનાવ બન્યો હતો. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ઓડની લાખુ સીમમાં રહેતા સોમાભાઈ શીવાભાઈ તળપદા (ઉ.વ.65)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાહેરા સીમ વિસ્તારમાં 30મી નવેમ્બર,22ના રોજ આઠેક વાગ્યાના સુમારે સમાજના માણસો ભેગા થયા હતા અને માતાનો મઢ બનાવવા વાતો કરતાં હતાં. આ સમયે અમારા ખેતરમાં માતાનો મઢ બનાવવા રજુઆત કરી હતી. જોકે, ત્યાં હાજર લાલજીભાઈ નવઘણભાઈ તળપદા એકદમ ઉશ્કેરાઇ ગયાં હતાં અને તમારા ખેતરમાં માતાનો મઢ બનાવવાનો નથી. તેમ કહી અપશબ્દ બોલી ધક્કો મારી નીચે પાડી દીધા બાદ મારમારવા લાગ્યાં હતાં. આ ઉપરાંત નજીકમાંથી લાકડાનો દંડો લાવી મારવા લાગ્યાં હતાં. જોકે, બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સોમાભાઈને છોડાવ્યાં હતાં. જ્યારે લાલા તળપદા જતો રહ્યો હતો. તેણે જતાં જતાં મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ખંભોળજ પોલીસે લાલજીભાઈ તળપદા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.