- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- These Roads In The City Will Remain Closed Due To Counting Of Votes, Alternative Routes Have Been Announced, A Landslide Occurred Near Urmi Char Road In Akota.
વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આવતીકાલે ગુરૂવાર મતગણતરી યોજાશે. જેમાં વડોદરા શહેર-જિલ્લાની દસ બેઠકોની મતગણતરી પોલિટેકનિક ખાતે યોજાવાની હોવાથી ફતેગંજ પંડ્યાબ્રિજ અને આસપાસના વિસ્તાર તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે. તેમજ વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રતિબંધિત રોડ
- ફતેગંજ સર્કલથી પંડ્યા બ્રિજ તરફ ઝઇ શકાશે નહીં.
- ગેંડા સર્કલથી પંડ્યા બ્રિજ તરફ જઇ શકાશે નહીં.
- પંડ્યા બ્રિજ નીચેથી પોલિટેકનિક તરફ જઇ શકાશે નહીં.
- પંડ્યા બ્રિજ છેડાથી (જ્યોતિ કંપની વાળા) પંડ્યા બ્રિજ ઉપર થઇ ફતેગંજ બ્રિજ તરફ જઇ શકાશે નહીં.
- ફતેગંજ બ્રિજના છેડા(EME સર્કલ)થી ફતેગંજ બ્રિજ ઉપર જઇ શકાશે નહીં.
- જૂનાવુડા સર્કલથી ફતેગંજ સર્કલ તરફ જઇ શકાશે નહીં.
વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા
- ફતેગંજ સર્કલથી નરહરી સર્કલ અને કાલાઘોડા તરફ તેમજ નિઝામપુરા રોડ થઇ મહેસાણા નગર સર્કલ તરફ જઇ શકાશે.
- ગેંડા સર્કલથી અલકાપુરી રોડ, ગોરવા રોડ, જૂના પાદરા રોડ તરફ થઇ શકાશે.
- પંડ્યાબ્રિજ નીચેથી છાણી જકાતનાકા તરફ તેમજ રેલવે સ્ટેશન થઇ જે તે તરફ જઇ શકાશે.
- પંડ્યા બ્રિજ છેડાથી પંડ્યા બ્રિજ નીચે થઇ પ્રિયલક્ષ્મી મીલ નાળા થઇ રેલવે સ્ટેશન થઇ જે તે તરફ જઇ શકાશે.
- ફતેગંજ બ્રિજ છેડાથી (EME સર્કલ)થી ફતેગંજ બ્રિજ નીચેથી જૂનાવુડા સર્કલ, નરહરી સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે.
- જૂનાવુડા સર્કલથી નરહરી સર્કલ, EME સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે.
અકોટાના ઉર્મિ ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો
ચોમાસાની ઋતુ પૂર્ણ થઇ ગઇ છે અને શિયાળો પૂરજોશમાં છે છતાં વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો જારી છે. શહેરના અકોટા વિસ્તારમાં ઉર્મિ ચાર રસ્તા પાસે આજે મોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવો એટલો મોટો છે કે બાઇક તેમાં સમાઇ જાય અને કારને પણ ગંભીર અકસ્માત સર્જાય છે. ત્યારે આ ભૂવાએ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરીની પોલ ખોલી દીધી છે.
અન્ય સમાચારો પણ છે…