બર્થ ડે, એનીવર્સરી, એન્ગેજ મેન્ટ જેવા કોઇ પણ સારા પ્રસંગો લોકો કેક કાપીને ઉજવણી કરે છે.જેમ જેમ કેકની માંગમાં વધારો થઇ રહ્યો છે તેમ તેમ કેકમાં પણ અનેક પ્રકારની વેરાયટી બનવા લાગી છે. જેમા બ્લેક ફોરેસ્ટ, પાઇનેપલ, ચોકલેટ, મીકસ ફુટ જેવી અનેક પ્રકારની કેક શોપમાં જોવા મળે છે.
ત્યારે આજે આપડે વાત કરશું નાતાલના પર્વમાં ખાવામાં આવતી ખાસ પ્લમ કેક. જે સ્વાદમાં પણ અલગ અને ટેસ્ટી હોઈ છે. પ્લમ કેક વિના ક્રિસમસ અધૂરી છે.શહેરની આજુ બાજુમાં ઓવનમાં પકવવામાં આવતી પ્લમ કેકની સુગંધથી હવા એટલી સમૃદ્ધ થાય છે કે દરેક વ્યક્તિ એનો સ્વાદ લેવા માંગે છે.
પ્લમ કેક માટેની સામગ્રી
11/2 કપ મેંદો,1 ટીસ્પૂન બેકિંગ પાવડર,1/2 ટીસ્પૂન બેકિંગ સોડા,2 ટેબલસ્પૂન મોટી સમારેલી કિસમિસ,2 ટેબલસ્પૂન મોટી સમારેલી કાળી કિસમિસ, 2 ટેબલસ્પૂન મોટી સમારેલી મીઠી ચેરી,1/4 કપ ટુટી-ફ્રુટી,1/2 કપ રમ ફ્લેવર ,1/2 કપ નરમ માખણ, 3/4 કપ કન્ડેન્સ્ડ મીલ્ક,1/2 ટીસ્પૂન તજનો પાવડર,1/2 ટીસ્પૂન જાયફળનો પાવડર,11/2 ટેબલસ્પૂન કોકો પાવડર,1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ,1 કપ સમારેલો મિક્સ મેવો,2 ટીસ્પૂન ખમણેલી સંતરાની છાલ,6 ટેબલસ્પૂન સંતરાનો રસ , સાકરની ચાસણી , બ્રશ કરવા માટે.
પ્લમ કેક બનાવવા માટેની રીત
પ્લમ કેક બનાવવા માટે એક ઊંડા બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને ચાળીને બાજુ પર રાખો,એક ઊંડા બાઉલમાં કિસમિસ, કાળી કિસમિસ, મીઠી ચેરી, ટૂટી ફ્રુટી અને રમ ફ્લેવર ભેગી કરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકીને 24 કલાક માટે બાજુ પર રાખો,એક ઊંડા બાઉલમાં માખણ અને કન્ડેન્સ્ડ મીલ્ક ભેગું કરો અને મુલાયમ થાય ત્યાં સુધી હલાવીને સારી રીતે મિક્સ કરો.
ચાળેલા લોટનું મિશ્રણ ધીમે ધીમે ઉમેરો અને સ્પેટુલાનો ઉપયોગ કરીને હળવા હાથે ફોલ્ડ કરો,તેમાં તજ પાવડર, જાયફળ પાવડર, કોકો પાવડર, વેનીલા એસેન્સ, પલાળેલા ડ્રાય ફ્રુટ્સ, મિક્સ નટ્સ, સંતરાની છાલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.સુસંગતતા વ્યવસ્થિત કરવા માટે ધીમે ધીમે સંતરાનો રસ ઉમેરો.તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલા (8”)ના એલ્યુમિનિયમ ટીન રેડો અને પ્રી-હીટેડ ઓવનમાં 180°c (360°f) પર 35 થી 40 મિનિટ માટે બેક કરો.
થોડું ઠંડુ કરો, છરીનો ઉપયોગ કરીને કિનારીઓને ઢીલી કરો અને બોર્ડ પર ટીનને ઊંધુ કરીને તેને ડિમોલ્ડ કરો અને લોફને અનમોલ્ડ કરવા માટે હળવેથી ટેપ કરો.લોફને થોડી સાકરની ચાસણીથી બ્રશ કરો અને 10થી 15મિનિટ માટે બાજુ પર રાખો.પ્લમ કેકને જાડા ટુકડાઓમાં કાપીને તરત જ પીરસો અથવા એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. જરૂર મુજબ ઉપયોગ કરો.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Christmas, Christmas celebration, Local 18, Valsad