વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

ખંડણી મામલે ઝડપાયેલ ત્રણ આરોપીઓ.
શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ગોલ્ડનલીફ હોટલમાં દિનેશસિંગ ઉમેદસીંગ રાવત, વિકાશ શર્મા, તરલ પટેલ અને સરફરાજ શેખ ભાગીદાર હતા. તે વખતે સરફરાજે હોટલના સમારકામ માટે 1 લાખ 30 હજાર રૂપિયા આપ્યા હતા. પરંતુ વિવાદ થતાં 1 લાખ 10 હજાર રૂપિયા તેને પરત આપ્યા હતા અને 20 હજાર રૂપિયા સરફરાજના બાળકોની સ્કૂલ ફી પેટે ભર્યા હતા. એમ તેને 1 લાખ 30 હજારની ચુકવણી કરી દીધી હતી અને ત્રણ ભાગીદારો હોટલ ચલાવતા હતા.
દોઢ મહિના અગાઉ સરફરાજ હોટલ ગોલ્ડનલીફ પર આવ્યો હતો અને દિનેશસિંગ પાસે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી દિનેશસિંગે તેને કહ્યું કે તમને બધા રૂપિયા ચુકવી દીધા છે. જેથી ઉશ્કેરાયેલા સરફરાજે ધમકી આપી હતી કે મને બીજી રીતે રૂપિયા કઢાવતા આવડે છે.
દરમિયાન મંગળવાર સાંજે ફારુક ઉર્ફે છાપરો છોટુમિયા શેખ અને તેનો સાગરીત ઇમરાન ઉર્ફે ટલ્લી રમઝાનમીયા શેખ (બંને રહે. બારેઇમામ દરગાહની સામે, કમાટીપુરા, વડોદરા) સાથે આવ્યો હતો. તેમણે દિનેશસિંગ પાસે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ચપ્પુ લઇને મારવા દોડ્યો હતો. જેથી દિનેશસિંગ બચાવો બચાવોની બૂમો પાડી સયાજીંગજમાં રોડ પર દોડી જીવ બચાવી ભાગ્યો હતો. જેથી આરોપીઓ પણ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
આ મામલ સયાજીગંજ પોલીસે બતામીના આધારે શરફરાજ ((રહે. પ્રિયલક્ષ્મી મિલ,એફ.સી.આઇ. ગોડાઉન પાસે, વડોદરા) અને ફારુક ઉર્ફે છાપરો તથા ઇમરાન ઉર્ફે ટલ્લીની ચપ્પુ સાથે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ફારક સામે ખંડણી સહિતના 13 ગુના અને ઇમરાન સામે 6 ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે.
નવાપુરામાં મતદાન કરવા અમદાવાદ ગયેલા પરિવારના ઘરમાં ચોરી
શહેરના નવાપુરામાં પાર્થ દર્શન કોમ્પલેક્ષમાં રહેતા અશ્વીનભાઇ જયંતભાઇ ચોક્સી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે અમદાવાદ ગયા હતા. બીજા દિવસે ઘરે પરત ફરતા તેમના ઘરનું તાળું તૂટેલું હતું. ઘરમાં તપાસ કરતા કબાટમાંથી રોકડા 25 હજાર, ચાંદીની લગડી સહિત 49 હજારની મત્તાની ચોરી થયાની ફરિયાદ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.