Friday, December 9, 2022

મોરબીમાં ચૂંટણી સમયે આચારસહિંતાનો ભંગ કરનાર TMCના નેતા સહિત 2ની ધરપકડ; ટ્વીટર આઈડીથી થઈ ઓળખ | 2 arrested, including TMC leader, for violating code of conduct during election in Morbi; Identification by Twitter ID

મોરબી6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં ચુંટણીનો માહોલ જામ્યો હતો. એ સમયે બે યુવાનોએ ચુંટણીની આચારસંહીતાનો ભંગ કરીને પીએમ મોદીની વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કરતાં બંને વિરુદ્ધ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ટ્વીટ સંકેત પટેલ અને દક્ષ પટેલ નામના ટ્વીટર આઈડીથી કરવામાં આવી હતી. પોલીસે બંને વિરુદ્ધ આચારસંહિતાના ભંગ બદલ લોકપ્રતિનીધીત્વ એકટ 1951ની કલમ 125 મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે મુજબ સાકેત ગોખલેની જયપુરમાં અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ મોરબી પોલીસે સાકેત ગોખલેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

મોદી સામે બે લોકોએ વાંધાજનક ટ્વીટ કરી હતી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, 65 મોરબી વિધાનસભા મતદાન વિભાગના ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા ચુંટણીના સમય દરમિયાન આચારસંહિતાનું પૂર્ણ પણે પાલન થાય તેની તકેદારી રાખી રહ્યા હતાં. એવા સમયે ડી.ઇ.ઓ ઓફીસમાં ચાલતા સોશિયલ મીડિયા સેલ દ્વારા તેમને જણાવામાં આવ્યું હતું કે, ઝૂલતા પુલની સંવેદનશિલ ઘટના બની હતી અને આ દુ:ખદ ઘટના અનુસંધાને ભારતના વડાપ્રધાન મોદી મોરબીની મુલાકાતે પણ આવ્યા હતા. તારીખ 1/12ના રોજ વિધાનસભા ચૂંટણીનું 8થી 5 વાગ્યા સુધી મતદાન ચાલતું હતુ. તે દિવસે એક વાંધાજનક ટ્વીટ કરવામાં આવ્યું હતુ. જેને લઈ પોલીસે બંને વિરુદ્ધ આચારસંહિતાના ભંગ બદલ લોકપ્રતિનીધીત્વ એકટ 1951ની કલમ 125 મુજબ ગુનો દાખલ કર્યો.

ટ્વીટની જાણ પોલીસને થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી
મતદાનના પ્રથમ દિવસે 8.29 વાગ્યે ટ્વીટર આઇ.ડીંમાંથી વાંધાજનક ટ્વિટ કરવામાં આવી હતી. તેની ચુંટણી અધિકારી અને ડી.ઇ.ઓ ઓફીસમાં ચાલતા સોશિયલ મીડીયા સેલ દ્વારા તપાસ કરતાં તેની નીચે બે સ્ક્રીનશોટ પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા. ચકાસણી કરતાં આવી વધુ એક ટ્વીટ “Dax Patel” નામના ટ્વીટર આઇ.ડી ધારકે પણ કરી હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી આરોપી દક્ષ પટેલ અને સાકેત ગોખલે દ્વારા મોરબીની ગોઝારી દુર્ઘટના વખતે જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્યા હતાં. એ સમયની મુલાકાત વિશે ખોટી માહિતી આપતી ટ્વીટ પોસ્ટ કરવામાં આવી હતી અને આદર્શ આચારસંહિતા અમલમાં હોવા છતા ચુંટણી અનવ્યે વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ તેમજ તિરસ્કારની ભાવના ઉત્પન થાય તે હેતુથી ખોટી માહીતી આપવામાં આવી હોવાનું આ ટ્વીટથી સામે આવ્યું હતુ.

જયપુરમાં સાંકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી
​​​​​​​​​​​​​​મોરબી પોલીસે સાકેત ગોખલેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, સાકેત ગોખલેની જયપુરમાં અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેના અમદાવદ જામીન મંજુર થતાં ત્યારબાદ મોરબી પોલીસે આ આરોપીનો કબજો મેળવી મોરબી પોલીસે સાકેત ગોખલેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે. હાલ આ કેસ અંગે પોલીસ કઈ કહેવા ત્યાર નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: