જામનગર31 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ટ્રાફિક પોલીસ હોવા છતાં માર્ગો પર કારના ખડકલાથી હાલાકી
- ટ્રાફિકની સમસ્યા વધતા શહેરીજનોને પારાવાર મુશ્કેલી
જામનગરમાં અંબર ચોકડી પાસે આડેધડ કારના પાર્કિંગથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર ઓવરબ્રિજ બનતો હોવાથી અંબર ચોકડીથી ગુરુદ્વાર જતો રોડ એક તરફ બંધ છે. જેને કારણે છાશવારે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ટ્રાફિક પોલીસ નજીક હોવા છતાં કારના આડેધડ પાર્કિંગ થઇ રહ્યા છે.
જામનગરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડો થાય તે હેતુથી ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ઓવર બ્રિજની કામગીરી ચાલુ હોવાથી શહેરમાં મુખ્ય ગણાતી અંબર ચોકડીએ આઇલેન્ડ અને ડિવાઈડરને દૂર કરી આજુબાજુ પતરા મુકવામાં આવ્યા છે.
હાલ જે સ્થળ પર પુલની કામગીરી ચાલુ નથી તે જગ્યા પર લોકો આડેધડ કાર પાર્કિંગ કરી રહ્યા છે જેને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉલેખનીય છે કે ગુરુદ્વાર ચોકડીથી અંબર ચોકડી સુધી એક રોડ બંધ હોવાથી છાશવારે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. ત્યારે આ માર્ગ પર આડેધડ મોટરકારના ખડકલા થતા લોકોની મુશ્કેલી બેવડાઇ છે.