અમરેલી31 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી
ખાંભા તાલુકાના મોટા સમઢીયાળામા રહેતા એક મહિલાને તેના જ બે સંબંધીઓએ જમીનમા ભાગ મુદે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મહિલાને મારમાર્યાની આ ઘટના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળામા બની હતી.
અહી રહેતા દયાબેન કલ્યાણભાઇ બારડ (ઉ.વ.35) નામના મહિલાએ ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે દિલીપ કનુભાઇ બારડ, ભાવેશ જાદવભાઇ પરમાર અને રેખાબેન દિલીપભાઇ તેમના સંબંધીઓ થતા હોય અને ત્રણ વિઘા જમીન સંયુકત હોય જમીનનો ભાગ આપવા મુદે બેાલાચાલી કરી હતી. આ શખ્સોએ દયાબેનને ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે એએસઆઇ ડી.એન.જોષી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે…