પ્રેયસી સાથે લગ્ન ન થતા યુવકે એસિડ પીધું, ઝૂલાનું દોરડુ તૂટી જતાં નીચે પટકાતા મકાનમાં કલર કરતા શ્રમિકનું મોત | Unmarried young man drinks acid, falls down from swing rope, dies painting house

રાજકોટ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરના કોઠારીયા નજીક ખોખડદળ પુલ પાસે વેલનાથપરામાં રહેતાં યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. યુવક કારખાનામાં કામ કરે છે. પરિવારજનોએ કહ્યું હતું કે યુવકને કારખાનામાં સાથે કામ કરતી છોકરી સાથે એકાદ વર્ષથી પ્રેમ છે. અગાઉ આ છોકરી લગ્નના ઇરાદે ઘરે આવી ગઇ હતી. પરંતુ ઉમર ઓછી પડતી હોઇ સમજાવીને પરત મોકલી દેવામાં આવી હતી. ગઇકાલે ફરીથી તેણી યુવકપાસે આવવા ઇચ્‍છતી હોવાની વાત થઇ હતી. પરંતુ ઉમર હજુ 18 વર્ષ પુરી થઇ ન હોઇ તેણીને અહિ નહિ આવવાનું અને યુવકને થોડી રાહ જોવાનું કહેતાં તે દુઃખી થઇ જતાં એસિડ પી ગયો હતો.

પતંગ લેવા જતાં બાળક અગાસી પરથી પટકાયું
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના જુના પીપળીયા ગામે રહેતો ધાર્મિક દિનેશભાઈ પરમાર નામનો 7 વર્ષનો બાળક સાંજના સમયે પોતાના ઘરની અગાસી ઉપર પતંગ ચગાવતો હતો તે દરમિયાન અકસ્માતે અગાસી પરથી નીચે પટકાયો હતો. ધાર્મિક પરમારને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરતા કોટડા સાંગાણી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો આ અંગે કોટડા સાંગાણી પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ઝૂલાનું દોરડુ તૂટી જતાં નીચે પટકાતા શ્રમિકનું મોત
રાજકોટ નજીક લાલપરીમાં રહેતાં અશ્વિનભાઇ નરસીભાઇ તલસાણીયા (ઉ.વ.37) નામના યુવાને દસ બાર દિવસથી મોરબી રોડ આસ્થા સોસાયટીમાં મકાનમાં કલર કરવાનું કામ રાખ્યું હતું દરમિયાન ગઇકાલે સાંજે 5 વાગ્યા આસપાસ બીજા માળે તે ઝૂલો બાંધીને કલરકામ કરી રહ્યા હતાં તે વખતે ઝૂલાનું દોરડુ તૂટી જતાં પોતે નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરતા બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ પહોંચી મૃતફહેને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. અશ્વિનભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post