Wednesday, December 14, 2022

નસવાડીમાં મોડી સાંજે કમોસમી વરસાદ ખાબક્યો; પાકોને નુકસાન થવાની ભિતીએ ખેડૂતોમાં ચિંતાના વાદળ | Unseasonal rain lashed Naswadi late in the evening; Farmers fear crop damage

છોટા ઉદેપુર2 મિનિટ પહેલા

છોટા ઉદેપુર જિલ્લામાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઢળતી સાંજે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને લઇને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી હવામાન ખાતા તરફથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અંતે હવામાન ખાતાની આગાહી સાચી પડી હતી. છોટા ઉદેપુર જિલ્લામાં નસવાડીમાં સાંજના સમયે અચાનક વાદળ છવાઇ ગયા હતા. જ્યારે ઢળતી સાંજે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો. નસવાડી ખાતે ઢળતી સાંજે પડેલા કમોસમી વરસાદને પગલે કપાસ, તુવેર તેમજ અન્ય પાકોને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે…