Tuesday, December 6, 2022

વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે ફેર હરાજી શરૂ કરશે | Valsad Regional Transport Office to launch fair auction for select number of four and eight wheeler private vehicles

વલસાડ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન ફેર હરાજી શરૂ કરવામાં આવ્યું છે. ચાર પૈડાંવાળા પ્રાઈવેટ વાહનોના નંબરો માટે GJ15CM અને GJ15CM સિરીઝના 0001થી 9999 તેમજ ટ્રાન્સ્પોર્ટ વ્હીકલ(આઠ પૈડાંવાળા) પ્રાઈવેટ વાહનો માટે GJ15AV સિરીઝના 0001થી 9999 નંબર માટે ફેર હરાજી શરૂ કરવામાં આવી છે.

આ નંબરો મેળવવાની ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનો રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http/privahan.gov.in/fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઈ શકશે. તે માટેની સુચના આ મુજબ છે.

(1) તા.10મી ડિસેમ્બર 2022ના રોજ દિવસે બપોરે 4 વાગ્યાથી તા.12 ડિસેમ્બર 2022ના રોજ દિવસે બપોરે 4 વાગ્યા સુધી AUCTION માટેનું ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

(2) તા.12 ડિસેમ્બર 2022ના રોજ બપોરે 4 કલાકથી તા.14 ડિસેમ્બર 2022ના રોજ દિવસે બપોરે 4 કલાક સુધી હરાજી માટેનું બિડિંગ ખૂલશે.

(3) અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ ભરેલું હોવું જોઈએ. વેલીડ CNA ફોર્મ રજૂ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે.

(4) હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના 5 દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો જે તે નંબર માટે મુળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાના રહેશે.

(5) વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ ૨દ્દ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: