દ્વારકા ખંભાળિયા11 મિનિટ પહેલા
આજે 31મી ડીસેમ્બર 2022ના રોજ સાંજે દ્વારકાના સનસેટ પોઇન્ટ પરથી વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવોએ અનેરો લ્હાવો છે. દ્વારકામાં આવેલ સનસેટ પોઇન્ટ પરથી ભારત વર્ષેના સૂર્યના અંતિમ કિરણો સૌથી છેલ્લે અહી પડે છે અને તે જોવાનો એક અનેરો લ્હાવો છે.

વર્ષના અંતિમ સૂર્યાસ્તની તસવીરો
દરિયા કાંઠે આવેલ આ સનસેટ પોઇન્ટને રેખાંશ અક્ષાશ અંશનું ધ્યાન રાખી બનાવવામાં આવેલ છે. ત્યારે આજે ઇતિહાસકારી 2022ના વર્ષનું અંતિમ કિરણ જોવાનો લ્હાવો લેવા અનેક પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગત વર્ષે 2021માં પણ એનો સહેલાણીઓ અહી પહોંચ્યા હતા અને વર્ષના અંતિમ સૂર્યાસ્તની તસવીરો પોતાના ફોનમાં કંડારી સંભારણારૂપે રાખી હતી.




અન્ય સમાચારો પણ છે…