અમદાવાદ9 મિનિટ પહેલા
આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી થશે. અમદાવાદની ત્રણ કોલેજમાં મત ગણતરી થવાની છે, ત્યારે એલડી એન્જિનિયરિંગ અને ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં છેલ્લા અઠવાડિયાથી રજા આપી દીધી હોવાથી શિક્ષણ કાર્ય ઠપ થયું છે. જોકે આ મામલે કોલેજ રજા આપવાનો ઇનકાર કર્યો છે. તો વિદ્યાર્થીઓનું કહેવું છે કે એક ડિસેમ્બરથી મૌખિક રજા માટે જાણ કરી દેવામાં આવી હતી. જ્યારે 6 ડિસેમ્બરથી રજા અંગે સત્તાવાર જાણ કરવામાં આવી હતી.
એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અને ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં આવતીકાલે મત ગણતરી થવાની છે.મતગણતરીને લઈને અગાઉથી જ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા હતા.સ્ટ્રોંગ રૂમની બનાવવા માટે કેટલાય સમયથી તૈયારી ચાલી રહી હતી.સ્ટ્રોંગ બનાવવાના શરૂ કરાતા જ વિદ્યાર્થીઓને મૌખિત રજા આપી દેવામાં આવી હતી.વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ કરાવીને રજા આપવામાં આવી છે જે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.
અગાઉ પણ ચૂંટણીને લઈને ગવર્મેન્ટ પોલિટેક્નિકમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ હવે મતગણતરીની તૈયારી માટે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે જેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે.લેક્ચરમાં પણ કાપ મુકવામાં આવ્યો હતો.6 લેક્ચરની જગ્યાએ 2-3 લેક્ચર જ લેવામાં આવી રહ્યા હતા.1 ડિસેમ્બરથી લેક્ચર પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.જોકે વિવાદ ના થાય તે માટે મૌખિત જાણ કરવામાં આવી હતી અને 6 ડિસેમ્બર સત્તાવાર રજા માટે જાણ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર 10 દિવસથી લેકચરમાં ફેકલ્ટી આવતા નથી.6 લેક્ચરની જગ્યાએ 2-3 લેક્ચર જ લેવામાં આવી રહ્યા છે.1 તારીખથી લેક્ચર પણ બંધ છે અને 5 ડિસેમ્બરે તો અમને જાણ રજા માટે પણ જાણ કરી દેવામાં આવી હતી.હવે 10 ડિસેમ્બરથી કોલેજ ચાલુ થશે.ગવર્મેન્ટ પોલિટેક્નિકના પ્રિન્સિપાલ ભાસ્કર ઐયરે જણાવ્યું હતું કે અમે 2 દિવસથી જ રજા આપી છે અગાઉ કોલેજ રાબેતા મુજબ ચાલુ જ હતી.