Sunday, December 11, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» આ છે દુનિયાનો સૌથી મોંઘી Wine, તમે એક બોટલની કિંમતમાં ખરીદી શકો છો બે BMW કાર
ડિસે 11, 2022 | સાંજે 5:26
TV9 ગુજરાતી | સંપાદિત: ભાવેશ ભટ્ટી
ડિસે 11, 2022 | સાંજે 5:26
તમને દુનિયામાં આવા ઘણા લોકો મળશે, જે મોંઘી દારૂ પીવાના શોખીન છે. અત્યાર સુધી તમે પણ તમારી આસપાસ મોંઘી શરાબ જોઇ જ હશે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલીક વાઇનની બોટલોની કિંમત એટલી છે કે તમે બે BMW કાર ખરીદી શકો છો.
Shipwrecked 1907 Heidsieck નામની આ વાઇનની એક બોટલની કિંમત લગભગ 2.75 લાખ ડોલર છે. 1916 માં, આ વાઇનની 2,000 બોટલ જહાજ દ્વારા પરિવહન કરવામાં આવી રહી હતી, જે દરમિયાન આખું જહાજ પલટી ગયું હતું. 1997માં જ્યારે જહાજનો ભંગાર મળી આવ્યો ત્યારે આ વાઇનની બોટલો મળી આવી હતી.
1947 ચેવલ બ્લેન્કની કિંમત $3.4 મિલિયન છે. આ વાઇનના વિશિષ્ટ સ્વાદને ફરીથી બનાવી શકાતો નથી. જે વર્ષે તે બનાવવામાં આવ્યું હતું તે વર્ષે કેટલાક ગંભીર હવામાન અને ખરાબ પરિસ્થિતિઓ જોવા મળી હતી.
આ વાઇનનું નામ ડોમેઈન ડી લા રોમાની છે. આ વાઇનનું નામ આપવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ તેને પીવું પણ મુશ્કેલ છે. એક એશિયન કલેક્ટરે આ વાઇન $5.58 મિલિયનમાં ખરીદી હતી. જે બાદ તેની ગણતરી અત્યાર સુધીની સૌથી મોંઘી વાઇનમાં થાય છે. Slurrp.Comના એક રિપોર્ટ અનુસાર, 1945માં આ વાઈન ફ્લેવરની માત્ર 600 બોટલો જ બનાવવામાં આવી હતી. ભારતીય રૂપિયામાં આ વાઇનની કિંમત લગભગ 4.12 કરોડ છે.
વર્ષ 2000 માં કેલિફોર્નિયામાં ચેરિટી હરાજીમાં Screaming Eagle Cabernet Sauvignon 1992 $5,000 માં વેચવામાં આવી. તેને શ્રેષ્ઠ વાઇનમાં ગણવામાં આવે છે. તે ઓક અને બ્લેક કિસમિસ માંથી બનાવામાં આવી હતી.