https://images.bhaskarassets.com/web2images/960/2023/01/19/orig_16_1674082416.jpg
ખંભાળિયાએક કલાક પહેલા
- કૉપી લિંક

- ખંભાળિયા પોલીસે વાહન ચોરને દબોચ્યો, બાઇક કબજે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે બાઇક ચોરીના બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં ખંભાળિયા પોલીસે ચોરાઉ બાઇક સાથે જોગવડ રહેતા મુળ સુરજકરાડીના એક શખસને દબોચી લીઘો હતો. જેના કબજામાંથી પોલીસે ચોરાઉ બાઇક કબજે કરી સધન પુછતાછ હાથ ધરી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકાના ભોગાત ગામે એક બાઇક ચોરીની ફરીયાદ નોંધાઇ હતી જેની પોલીસે તપાસ શરૂ કરી હતી જે દરમિયાન પોલીસ વડા નિતેશકુમાર પાંડેય તથા ડીવાયએસપી પ્રજાપતિની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પીઆઈ ડી.એમ.ઝાલાના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહયો હતો જે દરમિયાન પોલીસ ટીમને ચોકકસ બાતમી મળી હતી કે, એક ખાખી કલરના ગરમ જેકેટ પહેરેલો તથા ચોરી કરવાની ટેવ વાળો ગોદળ ચના લધા નામ વાળો શખ્સ હાલ એક શંકાસ્પદ બાઇક સાથે ખંભાળીયામાં આંટા ફેરા કરે છે.
જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કલ્યાણપુરના ભોગાત ગામેથી થયેલ બાઇક ચોરીના આરોપી ગોદળ સના લધા નામના શખ્સને બાઇક સાથે ઝડપી પાડયો હતો.પોલીસે ચોરાઉ બાઇક પણ કબજે કરી તેની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.પકડાયેલો આરોપી કોઇપણ બાઇક ડાયરેકટ કરી ચોરીની મોડસ ઓપરન્ડી ધરાવતો હોવાનુ પોલીસે જણાવ્યુ છે.