Monday, January 16, 2023

વડોદરામાં કોવિશીલ્ડ રસીનો જથ્થો આવ્યો, સવારે 10થી બપોરે 3 સુધી રસીકરણ કેન્દ્રો પર મળશે નિ:શુલ્ક ડોઝ | Covishield vaccine stock arrived in Vadodara, free doses available at vaccination centers from 10 am to 3 pm

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/vact_1673889570.jpg

વડોદરા20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

કોરોના સામેની લડાઇમાં સૌથી અસરકારક શસ્ત્ર એટલે કે કોરોનાની રસી કોવિશીલ્ડનો જથ્થો સરકાર દ્વારા વડોદરામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જેથી આવતીકાલથી જે લોકોને ડોઝ બાકી હોય તેમને નિશુલ્ક ડોઝ મળશે.

સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય
આ અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડૉ. રાજેશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોવિશીલ્ડ રસીના નિઃશુલ્ક ડૉઝ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જે કોઈ રસી લીધા વગર રહી ગયા છે તેઓને સત્વરે પોતાનો ડોઝ લઇ લેવો જોઇએ. આ ડોઝ રસી કેન્દ્રો પર સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આપવામાં આવશે.

વડોદરા શહેરમાં રસી કેન્દ્રના સ્થળ

  • ક્મ્યુનીટી હેલ્થ સેન્ટર (છાણી, માંજલપુર અને અટલાદરા)
  • અર્બન હેલ્થ સેન્ટર (સવાદ અને સુદામાપુરી)
  • સયાજી હોસ્પિટલ
  • ગોત્રી મેડિકલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે…

Related Posts: