ડાયમંડ સિટી સુરતની ચમક ઝાંખી પડી, 10 ટકા રત્ન કલાકાર બેકાર બનતા જીવનનિર્વાહ મુશ્કેલ

સુરતઃ ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગને ગ્રહણ લાગી ગયું છે. દિવાળી બાદ એકપછી એક ડાયમંડ કંપનીઓ બંધ થવાથી 12 હજારથી 15 હજાર કર્મચારીઓએ પોતાની રોજગારી ગુમાવી છે. હાલ ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. ત્યારે રત્ન કલાકારોને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે આવકનો સ્ત્રોત જતા તેમનું જીવન અંધકારમાં ધકેલાયું હોય તેવી પરિસ્થિતિ હાલ ઊભી થવા પામી છે.

10 ટકા કારીગરો બેકાર બન્યાં

દેશભરમાં ગુજરાતનું સુરત પોતાની એક અલગ છાપ ધરાવે છે. સુરતના ડાયમંડ ઉદ્યોગની ચમક દિવસેને દિવસે વધી રહી હતી. ત્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યુ છે. તેને લઈને આ ઉદ્યોગની ચમક ધીમે-ધીમે ઝાંખી પડી રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એકપછી એક હીરા ઉદ્યોગમાં ડાયમંડની શોર્ટેજને લઈ કતારગામ અને વરાછા વિસ્તારની ડાયમંડ કંપનીઓ બંધ થવા પામી છે. તેને લઈને 10 ટકા કારીગરો બેરોજગાર બન્યાં છે. ત્યારે તેમના કામના કલાકો ઘટાડીને 8 કલાક કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત 24 કલાક ધમધમતા ઉદ્યોગમાં અઠવાડિયાની બે રજા પણ આપવામાં આવી છે.

ઘણાં કારખાનામાં કારીગરો ઓછા કર્યા

રશિયાથી આવતા ડાયમંડ સુરતના બજારમાં નહીં આવવાને લઈને ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. કહી શકાય કે, મોટાભાગની કંપનીઓ બંધ થવાના આરે છે જે કારખાનામાં 200 કારીગર કામ કરતા હતા. ત્યાં જેટલા કારીગરો ઓછા કરી દેવામાં આવ્યા છે. કામનો સમય ઘટાડવા સાથે કારીગરોની સંખ્યા ઘટાડતા હાલ મોટા પ્રમાણમાં કારીગરો બેકાર બનવા પામ્યાં છે. તો ઘણાં કારીગરો એવા છે કે તેમને દિવાળી પછી નોકરી મળી રહી નથી.

આ પણ વાંચોઃ વલસાડમાં વીજ વિભાગની બેદરકારીને કારણે સાત ભેંસોના મોત

જો આમ ચાલશે તો રત્ન કલાકારો મુશ્કેલીમાં

આ કારણોને લઈને તેમના પરિવારનું જીવન નિર્વાહ કરવામાં તેમને ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સતત નોકરી માટે ઝઝૂમી રહીને કલાકારો બેકાર બની ગયા છે અને અન્ય નોકરી ન મળતા હવે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો સુરતના રત્નકલાકારોના જીવન અંધકારમય બની જશે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vivek Chudasma

First published:

Tags: Diamond Business, Diamond city, Diamond industry, Diamond Workers, Surat Diamond industry, Surat diamond market, Surat news

أحدث أقدم