Friday, January 6, 2023

આણંદ પોલીસે સો ફુટ રોડ પાસે નહેરૂ બાગ પાસેથી સટ્ટોડિયાને ઝડપી લીધો, 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત | Anand Police nabbed speculator from Nehru Bagh near Hundred Foot Road, seized more than 11 thousand in valuables

આણંદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ શહેર પોલીસની ટીમે શંકાના આધારે નહેરુ બાગ પાસે એક શખસને પકડી પાડી પુછપરછ કરતા તે ઓનલાઇન સટ્ટો રમાડતો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ શહેર પોલીસની ટીમને બાતમી મળી હતી કે, નિકુંજ બાબુ અમીન (રહે.રાધિકા પાર્ક સોસાયટી, ગામડી) નામનો શખસ નહેરુબાગ, સો ફુટ રોડ પાસે બાગમાં બેસી અલગ અલગ વેબ સાઇટ પર ઓનલાઇન આઈડી ખરીદી ઓનલાઇન કસીનો જુગાર રમી રમાડી તેની એન્ટ્રી વેબ સાઇટ આઈડી પર કરી જુગાર રમાડી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે તુરંત નહેરૂબાગ પહોંચી શંકાસ્પદ જણાતા શખસની અટક કરી હતી. આ શખસ પાસેથી મોબાઇલ જપ્ત કરી તેમાં જોતાં ઓનલાઇન સટ્ટો રમાડતો હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત તેની અંગઝડતીમાંથી રોકડા રૂ.1190 મળી આવ્યાં હતાં. આ શખસની પુછપરછ કરતાં તે નિકુંજ અમીન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી રોકડ, મોબાઇલ સહિત 11,190નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.