Saturday, January 14, 2023

ખેડબ્રહ્મા પોલીસે 11 લોકોની ધરપકડ કરી

ઈશાન પરમાર, સાબરકાંઠા: સાબરકાંઠા સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, ચીલ ઝડપ તેમજ ઉઠાનતરી ગેંગનો તરખાટ વધ્યો હતો ત્યારે તાજેતરમાં ખેડબ્રહ્માની બેંકમાં અચાનક અજાણી મહિલાઓ દ્વારા ચીલ ઝડપની ઘટના પ્રકાશમાં આવતા ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. જોકે ગુજરાત સહિત ભારતના કેટલાય રાજ્યોમાં તરખાટ મચાવતી મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી છે. ખેડબ્રહ્મા પોલીસે બાતમીના આધારે પાંચ લાખથી વધારેના મુદ્દા માલ સાથે 11 આરોપીને ઝડપી આંતરરાજ્ય ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી છે.

પોલીસે કોર્ડન કરી તમામને ઝડપી લીધા

સાબરકાંઠા સહિત ગુજરાત તેમજ ભારતના કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી બેંક, પાર્ટી પ્લોટ તેમજ રિસોર્ટમાં મહિલાઓ સહિતનો ઉપયોગ કરી ચીલ ઝડપ અને તફળંચીની કેટલીય ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જોકે તાજેતરમાં ખેડબ્રહ્માની એસબીઆઇ બેન્કમાં અજાણી મહિલા દ્વારા બે લાખથી વધારેની રકમની ચીલ ઝડપ થતા ખેડબ્રહ્મા સહીત સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે સર્વિલન્સ સહિત બાદમીદારોને એલર્ટ કર્યા હતા. જોકે પોલીસની તપાસના ધમધમાટ વચ્ચે અમદાવાદથી અંબાજી તરફ ખાનગી વાહનમાં જતા ચાર ઈસમોની વાતમી ખેડબ્રહ્મા પોલીસને મળી હતી ત્યારે ખેડબ્રહ્મા પોલીસે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન ચાર ઈસમોને ખાનગી વાહન તરફ જતા શંકાસ્પદ હિલચાલના પગલે પોલીસે કોર્ડન કરી તમામને ઝડપી લીધા હતા.આ પણ વાંચો: સગા મામા-ભાણેજ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ, એક ના થઇ શકવાના ડરે મોત કર્યું વ્હાલું

ખેડબ્રહ્મા પોલીસની કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, પૂછપરછ કરતા ખેડબ્રહ્મા પોલીસના પગ તળેથી જમીન ખસી જાય તેવો ઘાટ સર્જાયો હતો. ગુજરાત સહિત દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ તેલંગાણા જેવા રાજ્યોમાં તરખાટ મચાવનારી ગેંગના ચાર આરોપીઓ ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી હતી. જોકે મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના ચાર આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ સહિત અન્ય સર્વેન્સ કામે લગાડતા આ મામલે દેશ કક્ષાની ગેંગનો પડદાફાશ કર્યો હતો. તેમ જ ખેડબ્રહ્મા પોલીસે આ મામલે 11 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં સફળ બની હતી.

આ પણ વાંચો: Taarak Mehtaના દયાબેનની હાલત કોણે ખરાબ કરી ? બાળકને ખોળામાં લઈને વ્યક્ત કરી પીડા 

આ ગેંગ નજર ચૂકવીને ઉઠાનતરી કરવામાં માહિર

સમગ્ર દેશમાં તરખાટ મચાવનારી આ ગેંગની મોરસ ઓપરેન્ડી અન્ય ગેંગો કરતા અલગ છે. આ તમામ ચીલ ઝડપ તેમજ ઉઠાનતરી કરનારી ગેંગમાં મહિલા તેમજ સાતથી આઠ વર્ષના બાળકોનેખાસ સાથે રાખવામાં આવે છે. સાથોસાથ તમામ ગેંગના લોકો કોઈ ચોક્કસ એક સ્થળે કેમ્પ રાખી દસ પંદર દિવસ રોકાણ કરી ચોરી કરે છે સાથોસાથ મેગા સીટી તેમજ ભીડભર વિસ્તારમાં નજર ચૂકવીને ઉઠાનતરી કરવામાં માહિર છે. જોકે મોટાભાગના આરોપીઓ મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના પીપળીયા સોડા તાલુકાના કડિયા સાચી ગામના વતની છે. જોકે આરોપીઓ ચોરીના સમાનને પોતાના વતનમાં લઈ પરત ફરે છે. જોકે હાલમાં માત્ર પાંચ રાજ્યોના પાંચ ગુનાઓ ઉકેલાયા છે. આગામી સમયમાં 11 આરોપીઓ પૈકી સમગ્ર દેશભરનું નેટવર્ક ખુલવા સહિત લાખો રૂપિયાની છેતરપિંડી, તફળંચી અને ચીલ ઝડપ ના ગુનાઓ ઉકેલાય તો નવાઈ નહીં.

તમારા શહેરમાંથી (સાબરકાંઠા)

સાબરકાંઠા

સાબરકાંઠા

Published by:Vimal Prajapati

First published:

Tags: Khedbrahma, Sabarkantha, ગુજરાત