Tuesday, January 17, 2023

અ’વાદની મહિલાને વિધવા સહાયમાં વધારાની લાલચે 1.18 લાખની ઠગાઈ | 1.18 lakh cheated by Awad's woman with the lure of additional widow assistance

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

ભુજ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આરોપી મહિલાએ વિધવાને ફરવા માટે ભુજ લઇ આવી છેતરપિંડી કરી

અમદાવાદની 52 વર્ષીય વિધવા મહિલાને વિધવા સહાયમાં મળતી રકમમાં વધારો કરી આપવાની લાલચ આપી રૂપિયા 1.18 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.આરોપી મહિલા વિધવાને અમદાવાદથી ભુજ લઇ આવી દાગીના સહીત રોકડ લઇ પલાયન થઇ જતા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદના વટવામાં રહેતા 52 વર્ષીય રમીલાબેન ગીરધરલાલ તિવારીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું કે તા.25/11/2022 ના મનીષા નામની મહિલા અમદાવાદમાં મળી હતી.ફરિયાદીને ઓળખતી હોવાનું કહી વાતચીત કરી પોતે એડવોકેટ હોવાનું કહી વિધવા સહાયમાં મળતી રકમમાં વધારો કરી આપવાની લાલચ આપી હતી.આરોપી મહિલાએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ તા.26/11/2022 ના ભુજ ફરવા માટે લઇ આવી હતી.ભુજમાં આવેલ સહિયર બ્યુટી પાર્લરમાં વિધવાને લઇ જઈ વેક્સ કરાવવા બેસાડી હતી.

એ સમયે ફરિયાદીએ કાનમાં પહેરેલ સોનાની બુટી,સોનાની બે બંગડી,એક સોનાની વીટી,ચાંદીની પાયલ ઉતરાવી અને પર્સમાં રહેલ રૂપિયા 700 સહીત કુલ રૂપિયા 1,18700 નો મુદામાલ પોતાની પાસે રાખવા લઇ લીધો હતો.ત્યારબાદ એટીએમમાંથી પૈસા કાઢવાનું કહી મનીષા નામની મહિલા બ્યુટીપાર્લરમાંથી બહાર નીકળી ગઈ હતી.ફરિયાદી વિધવાએ તપાસ કરતા મનીષા ક્યાય ન મળતા એ સમયે પોલીસને અરજી આપી ફરિયાદી અમદાવાદ જતા રહ્યા હતા.વિધવા મહિલાએ અમદાવાદ જઈ તપાસ કરતા છેતરપિંડી કરનારનું નામ મનીષા ઉર્ફે સલમા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: