Header Ads

ગેરરીતિ બદલ 13 સસ્પેન્ડ, એકને હાંકી કઢાયો, ટિકિટ વગર ફરતા 21 મુસાફરો ઝડપાયા | 13 suspended for malpractice, one expelled, 21 passengers caught roaming without tickets

રાજકોટ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

રાજકોટની સિટી બસમાં જાણે કંડકટરોએ નિયમ ભંગની નેમ લીધી હોય તેમ છાશવારે અયોગ્ય કામગીરી બદલ તેમને દંડવામાં આવે છે છતાં કંડકટરો બેદરકાર બનીને તેમના કાર્ય પ્રત્યે દુર્લક્ષતા દાખવતા રહે છે ત્યારે સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 13 કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને એક કંડકટરને બરતરફ કરવામાં આવ્યો છે.

અલ્ટ્રામોડેન એજન્સીને રુ.5,700ની પેનલ્ટી કરાઈ
રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.26-12-2022થી તા.01-01-2023 સુધીમાં 7,975 કિ.મી. ચાલેલી સિટી બસમાં 1.84 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 10,600 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 2.79 લાખનો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી રાજ અલ્ટ્રામોડેન એજન્સીને રુ.500ની પેનલ્ટી કરાઈ છે.સિટી બસમાં ટીકીટ વગર પકડાયેલા 21 મુસાફર પાસેથી રુા.2,310નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

ટાઇમ ટેબલ અધ્યતન બનશે
હાલ સિટી બસના બસ સ્ટોપ તથા પીકઅપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.બીઆરટીએસ બસ સેવાની 18 બસમાં પણ 24,545 કિ.મી. ચાલેલ છે. તથા કુલ 1.96 લાખ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.