https://images.bhaskarassets.com/web2images/960/2023/01/19/fa62b8ae-b123-49f6-95a3-a58cef9e2b3b_1674116208144.jpg
ભરૂચ23 મિનિટ પહેલા
- કૉપી લિંક

આમોદ તાલુકાના કોઠી ગામથી દોરા ગામ તરફ જતી વીજ લાઈનને તસ્કરોએ નિશાન બનાવી 1.40 લાખના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
છેલ્લા 1 અઠવાડિયાથી આમોદ તાલુકાના વિવિધ ગામોની સીમમાંથી પસાર થતી વીજ કંપનીની લાઈન ઉપરથી વાયરોની ચોરીની ઘટનાઓ સામે આવી રહ્યો છે. ત્યારે ગત તારીખ-9મી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી દરમિયાન તસ્કરોએ કોઠી ગામથી દોરા ગામ તરફ જતી વીજ લાઈનને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કોઠી ગામની વરસાદી પાણીની ખાડીની ડાબી બાજુમાં સલીમભાઈના ખેતરેથી 11 કેવી સીમરથા એ.જી. ફીડર લાઈન ઉપર 30 ગાળામાંથી 4500મીટર એલ્યુમિનિયમ વાયરો મળી કુલ 1.40લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા વીજ વાયરોની ચોરી અંગે પાલેજ પેટા વિભાગ વીજ કચેરીના નાયબ ઈજનેર જયેશ ત્રિવેદીએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.