​​​​​​​સુરતમાં યુવાનોએ 2023ના વર્ષને રક્તદાન કરીને આવકાર્યુ, વર્ષના પ્રથમ રક્તદાતા બનવાનો ગર્વ અનુભવ્યો | ​​​​​​​Youth in Surat welcomed the year 2023 by donating blood, proud to be the first blood donor of the year

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ​​​​​​​Youth In Surat Welcomed The Year 2023 By Donating Blood, Proud To Be The First Blood Donor Of The Year

​​​​​​​સુરત9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
યુવાનોએ પોતાના લોહીનું દાન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. - Divya Bhaskar

યુવાનોએ પોતાના લોહીનું દાન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.

સુરતીઓ દરેક વાર તહેવારને અનોખી રીતે ઉજવવા માટે જાણીતા છે. ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને ઘણા યુવાનોએ અડધી રાતે 2023ના વર્ષને નાચી ગાઈને આવકાર્યું છે. ત્યારે સુરતમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતાં યુવાનોના ગ્રુપ દ્વારા રક્તદાનને મહાદાનના સંદેશને સાર્થક કરતાં 2023ના વર્ષને રક્તદાન કરીને આવકાર્યું છે. સાથે વર્ષ 2023ના પ્રથમ રક્તદાતા શહેરમાં બનવાનો પણ ગર્વ વ્યક્ત કર્યો હતો.

રક્તદાન સમયની માગ
રક્તદાન કરનાર કલ્પેશભાઈ વાઘણી, પ્રશાંત બોરડા અને સાગર ભાદાણી સહિતના યુવાનોએ કહ્યું કે, માણસ આજે લેબોરેટરીમાં બધુ જ બનાવી શકે છે. પરંતુ લોહી બનાવી શકતો નથી. જ્યારે થેલેસેમિયાથી લઈને ઘણા લોકોને અને સારવાર કે ઓપરેશન વખતે લોહીની જરૂરીયાત ઉભી થતી હોય છે. ત્યારે બ્લડબેંકમાં અમે સમયાંતરે રક્તદાન કરીએ છીએ. પરંતુ ઉમદા રાષ્ટ્ર ત્યારે જ થશે જ્યારે સમાજ સશક્ત હશે. અમે આ ભાવના સાથે જ રક્તદાન કરીને કંઈક ગર્વની લાગણી વ્યક્ત કરી રહ્યાં છીએ.

ખરા અર્થમાં ઉજવણી
કલ્પેશ વાઘાણીએ કહ્યું કે,રક્તદાન કરવું એ એક ખૂબ જ ઉમદા ઉદ્દેશ્ય છે અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ તેમજ સેવા અને સહયોગની પરંપરાને જોતા, હું દેશવ્યાપી મહા સ્વૈચ્છિક રક્તદાન અભિયાન- રક્તદાન અમૃત મહોત્સવના ભાગરૂપે તમામ નાગરિકોને આગળ આવવા અને સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે અનુરોધ કરું છું.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post