Thursday, January 5, 2023

ધો.4માં ભણતી સામ્યાએ તબિયત બગડી છતાં હિંમત ન હારી, 17 હજાર ફૂટ ઊંચાઈએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો | Samya studying in 4th standard went to Mount Everest base camp, trained for 3 months with her father

અમદાવાદએક કલાક પહેલા

‘કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ આ કહેવતને સાચા અર્થમાં 9 વર્ષની બાળકીએ સાકાર કરી બતાવી છે. અમદાવાદના મેમનગરમાં રહેતી અને ચોથા ધોરણમાં ભણતી સામ્યા પંચાલ તેના માતા-પિતા સાથે રહે છે. તેને નવ વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ જે 17,598 ફૂટ ઊંચાઈએ આવેલો છે તેને સર કર્યો છે. જેના માટે મુખ્યમંત્રીથી લઇને અનેક મંત્રીઓ તેને અભિનંદન આપી ચૂક્યો છે.

સામ્યા ગુજરાતની નાની ઉંમરની પહેલી છોકરી બની
સામ્યાના પિતા મૌલિક પંચાલ એક બિઝનેસમેન છે અને પર્વતારોહણ કરે છે. તેમને વિચાર આવ્યો કે, તેમની દીકરીને ઇન્યામાં સૌથી નાની ઉંમરની છોકરી બનાવવી છે કે જે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી હોય. જોકે, બે વર્ષ કોરોનાના કારણે તેઓ જઈ ન શક્યા. નહિતર સામ્યા ઇન્ડિયાની સૌથી નાની ઉંમરે બાળકી બનતી જેણે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો હોય. કોરોના બાદ એપ્રિલ 2022માં સામ્યા નવ વર્ષની હતી ત્યારે તેના પિતા સાથે અને માતા સાથે 17,598 ફૂટ ઊંચાઈએ આવેલો બેઝ કેમ્પ સર કરવાનું નક્કી કર્યું અને ગુજરાતની નાની ઉંમરની પહેલી છોકરી બની જેણે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો હોય.

માઉન્ટ એવરેસ્ટ સર કરવવા માટે ત્રણ મહિના ટ્રેનિંગ
સામ્યા માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે તેના પિતા પાસે ત્રણ મહિનાની ટ્રેનિંગ તેના પિતા પાસે લીધી હતી. જેમાં તે ફિઝિકલ ટ્રેનિંગ તેમજ એક કલાક વોકિંગ કરતી હતી સાથે જ ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. આ સાથે તેના પિતાએ પણ તેમનું વજન ઉતાર્યું હતું. જેથી કરીને એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચવા માટે કોઈ તકલીફ ન પડે.

9 વર્ષની સામ્યાને અનેક એવોર્ડ મળ્યા
સામ્યા આ સિદ્ધિ બદલ તેને અને અનેક એવોર્ડ મળ્યા છે. જેમાં નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવા માટે ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મળ્યો છે. આ પહેલા પણ તે મનાલીના 10 હજાર ફૂટ ઉંચા ટ્રેક પર જઈને આવી છે. આ ઉપરાંત વિશ્વકર્મા સમાજ દ્વારા પણ તેની આ સિધ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું છે.

બેઝ કેમ્પ સર કરવાના સમયે સામ્યાની પરીક્ષા
માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાનું સામ્યાએ નક્કી કર્યું ત્યારે તેની સ્કૂલમાં પરીક્ષા હતી. જેના કારણે અમે મૂંઝવણમાં મુકાયા હતા. જોકે, ત્યારબાદ સ્કૂલને રિકવેસ્ટ કરી અને સ્કૂલ દ્વારા એકલી સામ્યા માટે વહેલી પરીક્ષા એની એકલીની લીધી અને એ પરીક્ષા આપ્યા પછી તે ટ્રેક માટે નીકળી હતી.

જીવનમાં સફળતાનો એવરેસ્ટ સર કરે: CM
નાની વયે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચવા બદલ CM ભુપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા સંદેશ આપ્યો હતો. જેમા લખ્યું હતું કે, નવ વર્ષની નાનકડી વયે, 17,598 ફૂટ ઊંચાઇએ આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવા બદલ અનેકાનેક અભિનંદન. બાળપણની જિજ્ઞાસા તથા ઉત્સાહ અને વડીલોનું માર્ગદર્શન અને સાથ-સહકાર, સફળતાનો પથ નિશ્ચિત કરે છે. વળી, કેમ્પિંગ તથા રમત-ગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓ આત્મવિશ્વાસ અને ધીરજ જેવા ગુણો વિકસાવે છે. વિવિધ કપરી પરિસ્થિતિનો સામનો કરીને પણ તું જે રીતે આગળ વધી છે અને એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો છે. તેવી જ રીતે જીવનમાં સફળતાનો એવરેસ્ટ સર કરે તેવા શુભાશિષ.

7 વર્ષની હતી ત્યારે બેઝ કેમ્પ સર કરવાનો ઇરદો: મૌલિક પંચાલ
સામ્યાના પિતા મૌલિક પંચાલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, સાત વર્ષની સામ્યા હતી ત્યારે એને મારે માઉન્ટેન બેઝ કેમ્પ સર કરવાનો ઇરાદો હતો. ત્યારે આ બેઝ કેમ્પ સર કર્યું હોત તો ઇન્ડિયા લેવલની સૌથી નાની વયની આ સિદ્ધિ હાંસલ કરનાર છોકરી બનતી. પરંતુ કોરોનાના કારણે બે વર્ષ અમારે રાહ જોવી પડી. માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચવા અમે ત્રણ મહિનાથી ફિઝિકલ ટ્રેનિંગ લેતા હતા. બેઝ કેમ્પ પર પહોંચવા માટે અમને 12 દિવસ લાગ્યા. સામ્યાને આટલી હાઈટ પર લઈ જતી વખતે અમને કચવાટ પણ હતો કે એને કંઈક થઈ જશે. કોઈ તકલીફ ઊભી થશે તો. જોકે, નાની મોટી તકલીફો પડી પણ મેજર કોઈ તકલીફ અમને નથી પડી. આ બેઝ કેમ્પ સર કરવવા અમારે 3 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે.

7 ખંડના સૌથી ઊંચા ત્રણ શિખરો સર કરાવા છે
સામ્યાના પિતા મૌલિક પંચાલને પર્વતારોહણનો શોખ છે. તેમને કહ્યું કે, તેમણે સાત ખંડના સૌથી ઊંચા ત્રણ શિખરો સર કર્યા છે અને તેમની દીકરી સૌમ્યાને પણ આ ત્રણ શિખરો જે યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં છે તેને સર કરાવવા છે તેવી ઈચ્છા છે. જોકે, તેનો ખર્ચ વધી જાય તેમ છે જેને લઈને અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ.

‘મને બધી સિઝનનું અનુભવ આ ટ્રેક દરમિયાન થયો’
નવ વર્ષની ગુજરાતની સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનારી સામ્યાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ટ્રેક દરમિયાન મને બધી સિઝનનો અનુભવ થયો. ગરમી, બરફ વરસાદનો પણ અનુભવ થયો અને આ દરમિયાન તબિયત પણ બગડી હતી. પરંતુ હિંમત હાર્યા વગર મેં આ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો. ખૂબ જ એક્સાઈટ હતી પણ મને એવું પણ હતું કે, હું કરી શકીશ કે નહીં. મારી તબિયત બગડશે તો. એટલે તમામ પડકારો વચ્ચે અમે બેઝ કેમ્પ સુધી પહોંચ્યા? આગળ મારે એકોન્કાગુઆ ટ્રેક પર જવું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: