https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/15de3eda-8995-470f-bdbb-20d4a05a1d10_1673759655966.jpg
નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકો પોતાના મૂળ પૌષ્ટિક ખોરાક તરફ પાછા ફરે એવી આશા એ દેશવાસીઓને મીલેટ્સ ધન્ય ખાતા અને વાવેતર કરતા કરવા એક મુહિમ ઉપાડી છે. ત્યારે સાંસદ ભવનમાં પણ તમામ સાંસદોને મીલેટ્સ ધન્યમાંથી બનાવેલી વાનગી એક મિજબાનીનું આયોજન કર્યું હતું. ત્યારે આ ધાન્યો છે કયા તો મિલેટ્સ એટલે કે કોદરા-કોદરી, બંટી, નાગલી, રાગી, બાજરી,મોરિયું, જેવા અન્ય બીજા સીરી ધાન્ય કે જે ઘણા પૌષ્ટિક અને આરોગ્યપ્રદ હોય છે. હવે લોકો આ ધન્ય તરફ ફરી વળે એવી એક મુહિમ ભારત દેશ જ નહિ વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ 2023 જાહેર કરવામાં આવ્યું. હવે આ ધન્ય ઉગાડવા અન્ય રાજ્યો કે દેશો પ્લાનિંગ કરતા હશે પરંતુ ભારત દેશમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મીલેટ્સ ધાન્ય ઉત્પાદનમાં અગ્રેસર બન્યો છે. 2019 થી આ અંગે જાગૃતિ ફેલાવતી અમદાવાદની ખાનગી સંસ્થા ગ્રીન હબ ફાઉન્ડેશનની મહેનતથી ડેડીયાપાડાના લોકો મૂળ ખોરાક તરફ વળ્યાં. આજે 40 ટકા ખેતી ડેડીયાપાડામાં કોદરા-કોદરી, બંટી, નાગલી, રાગી, બાજરી,મોરિયું, જેવા અન્ય બીજા સીરી ધાન્યની લોકો કરી રહ્યા છે.

ડેડીયાપાડામાં મૂળ ધન્ય પકાવવાનું છોડી લોકો ડાંગર તરફ વળ્યાં કે સીધી રીતે ઘંટીપર લઇ પીસી ને ચોખા નીકળી જાય કોદરા કોદરી બંટી નાગલી કોદરી ને કેમ લોકો કે કેમ વાવેતર બંધ કર્યું કે લોકોને આ ધન્ય કાઢવા માટે કોઈ પિસિંગ મશીન નહોતું. એટલે ગ્રીન હબ ફાઉન્ડેશન દ્વારા આવા ધાન્યનું કાંકરી કાઢવાનું, છાણવાનું, અને વેક્યુમ કરી સાફ કરી પોલીસ કરવાના મશીનો મુકાયા એટલે લોકો આ ખેતી કરતા થયા આજે 40 ટકા મૂળ ધાન્યની ખેતી તરફ લોકો વળ્યાં અને ખેતી કરતા થયા છે. ત્યારે પ્રધાન મંત્રીના ડ્રિમ પ્રોજેક્ટની શરૂઆતથી નર્મદા જિલ્લાથી થઇ એમ ચોક્કસ કહેવાય.

આ બાબતે ગ્રીન હબ ફાઉન્ડેશનના સુનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડેડીયાપાડામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે ‘ચાલો મિલેટ્સ વિશે જાણીએ’ થીમ ઉપર એક પ્રદર્શનનું આયોજન કરીને જાગૃતિ લાવીએ છે. કોલેજમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ દ્વારા મિલેટ્સ એટલે કે કોદરા-કોદરી, બંટી, નાગલી, રાગી, બાજરી જેવા અન્ય બીજા સીરી ધાન્ય તરીકે ઓળખાતા ધાન્ય વિશે રસપ્રદ તથા રોચક જાણકારી આપી હતી. તદુપરાંત લાલ ચોખા, કાળા ચોખા, કાળા ઘઉં જેવી અવનવી જાડા ધાન્ય તથા જુવારની વિવિધ જાતોનું પ્રદર્શન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર કરવામાં આવતા હોય છે. વર્ષ 2023 ભારત સરકારની પહેલથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ જાહેર કરવામાં આવ્યું હોય કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તમામ જરૂરી સામગ્રી ભેગી કરી તેનું ઉત્પાદન અંગે પણ જાગૃતિનું કાર્ય કરવામાં આવે છે. કોલેજના આચાર્યા ડૉ.અનિલાબેન પટેલ અને તેમની આધ્યાપકોની ટિમ દ્વારા પણ આ વિષય પર જાગૃતિનું સુંદર કામ કરવામાં આવી રહ્યું છે.

કોરોના ને કારણે આદિવાસી વિસ્તારમાં મોલેટ્સ ધાન્યનું ઉત્પાદન વધ્યું
કોવીડ 2019 ની શરૂઆત થઇ જેમાં 2020-21 માં ખુબ જોર પકડ્યું જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા નર્મદા જિલ્લામાં પણ 200 જેટલા મોત થયા હોય એક ભયનો માહોલ ફેલાયો હતો. જેમાં આદિવાસી ખેડૂતોની શક્તિ મૂળ ધન્ય કોદરા-કોદરી, બંટી, નાગલી, રાગી, બાજરી,મોરિયું, જેવા અન્ય બીજા સીરી ધાન્ય હતું. જે ખાવાનું બંધ થઇ ગયું એટલે આ રોગચાળો આવ્યો એમ કહી ઘણાબધા ગામોમાં આ ધાન્યો ઉગાડવાની શરૂઆત થઇ આજે દેશમાં સૌથી વધુ મીલેટ્સ ધાન્ય નો ઉપયોગ ડેડીયાપાડાના ખેડૂતો કરતા થયા છે.