રૂ.5 લાખ જમા હશે તો રૂ.2 લાખ વ્યાજ મળશે

નવી દિલ્હીઃ મોંઘવારી અને મોંઘા થતી લોનની વચ્ચે બેંકોએ જમા પર પણ ગ્રાહકોને વધારે વ્યાજ આપવાનું શરૂ કર્યુ છે. હાલમાં જ સરકારી અને પ્રાઈવેટ સેક્ટરની બેંકોએ જુદા-જુદા ટેન્યોરની એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પણ પોતાની જમા એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આમાં રેગુલગ ગ્રાહકોને મેક્સિમમ 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યુ છે. એસબીઆઈમાં સીનિયમ સિટીઝનને ‘એસબીઆઈ વીકેયર ડિપોઝીટ સ્કીમ’ હેઠળ એક્સ્ટ્રા ફાયદો મળે છે. આ યોજનાની ડેડલાઈન વધારીને 31 માર્ચ 2023 કરી દેવામાં આવી છે.

5 લાખ રૂપિયા જમા પર 2 લાખ વ્યાજ

એસબીઆઈની સીનિયર સિટીઝન માટે ખાસ યોજના એસબીઆઈ વીકેયર ડિપોઝિટમાં 7.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યુ છે. જો આ યોજનામાં 5 લાખ રૂપિયા જમા કરો છો, તો 5 વર્ષમાં મેચ્યોરિટી પર 7,16,130 રૂપિયા મળશે. એટલે કે, માત્ર વ્યાજથી જ 2,16,130 રૂપિયા મળશે.આ પણ વાંચોઃ  ફક્ત 4 મહિનામાં 550 ટકાનું જબ્બર વળતર અને હવે 11 બોનસ શેર પણ મળશે

આ યોજનામાં બધા જ સીનિયર સીટીઝનને 5 વર્ષ કે તેનાથી વધારે મુદ્દતવાળી એફડી પર 0.50 ટકા અને 0.30 ટકા એમ કુલ 0.80 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર આ વ્યાજ દર 13 ડિસેમ્બર 2022થી લાગૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પતાવટના એક સોદાના કારણે આ શેરમાં લાગી અપર સર્કિટ, રોકાણકારો તો ખરીદવા મંડી પડ્યા!

ટેક્સ ડિડક્શનનો મળશે ફાયદો

બેંકોની એફડીને સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે. જોખમ નહિ લેવા માંગતા રોકાણકારો માટે આ એક સારો વિકલ્પ છે. 5 વર્ષની ટેક્સ સેવિંગ એફડી પર 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા ટેક્સ છૂટનો લાભ મળે છે. જો કે, એફડી પરથી મળવાવાળું વ્યાજ ટેક્સેબલ હોય છે. આમાં 5 વર્ષનો લોક ઈન પીરિયમ હોય છે. આ મુદ્દત 10 વર્ષ સુધી વધારી શકાય છે. જાણકારી અનુસાર, એસબીઆઈ તેના કર્મચારીઓ અને પેન્શનર્સને એફડીના વર્તમાન દરોથી 1 ટકા વધારે વ્યાજ ઓફર કરે છે.

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, SBI bank, Tax Savings

أحدث أقدم