https://images.bhaskarassets.com/web2images/960/2023/01/19/563f0979-c694-4d54-8144-363a95004a5c_1674059729385.jpg
મોરબી17 મિનિટ પહેલા
માળીયા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. જ્યાં પોલીસ કર્મીઓએ ડ્રોન કેમેરાના મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓને શોધીને તેના પર દરોડા પાડ્યા હતા અને લોકોના નસોમાં દારૂ સ્વરૂપે ભરાતા ઝેરને નાબૂદ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂની પ્રવૃત્તિ કરતા 5 ઈસમો વિરૂદ્ધ દારૂ ગાળવાના/ભઠ્ઠીના 4 કેસ નોંધવામાં આવ્યા છે.
માળિયા તાલુકાના નવાગામ ખાતે એલસીબી, એસઓજી, સીપીઆઈ મોરબી, હળવદ, મોરબી તાલુકા અને માળિયા તાલુકા પોલીસની ટીમના 8 અધિકારી અને 60 પોલીસ કર્મચારીઓએ સંયુક્ત રીતે બી.ડી.ડી.એસ ટીમ તથા ડ્રોન કેમેરાની મદદથી કોમ્બિંગ સર્ચ ઓપરેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ દ્રષ્ટિએ સરળ લગતી આ કામગીરી કઠીન છે. કારણ કે ડ્રોન ભલે આકાશમાં ઉડતું હોય પંરતુ તેના અવાજ માત્રથી દારૂના ધંધાર્થીઓ એલર્ટ થઇ શકે છે. ત્યારે ખૂબ જ ચતુરાઈથી પોલીસકર્મીઓ વિવિધ ટીમમાં વિભાજીત થઈને ડ્રોનને ચોક્કસ અંતર સાથે હવામાં ઉડાડીને કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ડ્રોનની સાથે-સાથે પોલીસકર્મીઓ પણ નિશ્ચિત અંતર સાથે કારમાં સવાર થઈને દેશી દારૂના અડ્ડા શોધી રહ્યાં હતા. અને ડોર્ન દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવતામાં પોલીસકર્મીઓએ ત્યાં દરોડા પાડ્યા હતા.
નોંધનીય છે કે પોલીસે દેશી દારૂની ભઠ્ઠીના ચાર કેસો શોધી કાઢીને આરોપી મહેબુબ ઇશા જામ, ગફુર ઇશા જામ અને રશીદાબેન અબ્દુલ જામને ઝડપી લીધા છે. તો અન્ય આરોપી અબ્દુલ ઉર્ફે પોપો અહેમદ જામ અને જુમા હૈદર જામ વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તથા આ રેઈડ દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1350 કીમત રૂ. 2700નો મુદામાલ કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દંડ કરવાથી અથવા દંડા મારવાથી વ્યસનની આદત છૂટતી નથી અને દારૂનો વેપાર બહુ નફાકારક ધંધો હોવાથી દારૂ બનાવનાર અને પહોંચાડનાર ગુનેગારોની મોટી ટોળીઓ ઊભી થઈ. ગુજરાતમાં દારૂબંધી હાસીપાત્ર બની ગઈ છે. 90 ટકા મોટર અકસ્માતો દારૂ પીધેલાં ડ્રાઈવરોનાં કારણે થાય છે અને લગભગ 60 થી 70 ટકા જેટલાં ખૂનખરાબીનાં ગુનાઓ દારૂ પીધા પછી કરવામાં આવે છે. ત્યારે ડ્રોન ટેક્નોલોજીના અનુપમ ઉપયોગ અન્ય પોલીસ કર્મીઓ માટે પણ દાખલા રૂપ સાબિત થયો છે.