Monday, January 16, 2023
શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ બાદ બીજા મોટા ધાર્મિક પ્રસંગનો પ્રારંભ, વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ 50 ઉંઘની ગોળીઓ ખાધી | Commencement of second major religious event after completion of Shatabdi Mohotsav, Merchant consumes 50 sleeping pills after being harassed by usurers
https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/thumbnail_1673800837.gif
- Gujarati News
- Local
- Gujarat
- Commencement Of Second Major Religious Event After Completion Of Shatabdi Mohotsav, Merchant Consumes 50 Sleeping Pills After Being Harassed By Usurers
10 મિનિટ પહેલા
નગર વિખેરાશે, દિવ્ય સ્મૃતિઓ રહેશે
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સતત એક મહિના સુધી અમદાવાદમાં ઉજવણી થયા બાદ,14મી જાન્યુઆરીના રોજ કાર્યક્રમ સપન્ન થતાં જ આજથી વાઈન્ડઅપની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ગઈકાલથી જ સ્વયંસેવકો દ્વારા બ્લોગ ઉખેડવાનું અને બોર્ડ હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આવતીકાલથી આ કામગીરી વેગવંતી બનાવવામાં આવશે. ત્યારે મહત્તમ કામગીરી 18મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે તેવી શકયતા છે.

સ્પર્શ મહોત્સવનો પ્રારંભ
પ્રમુખ સ્વામી મહોત્સવની રૂડી પૂર્ણોહુતિ બાદ હવે અમદાવાદના આંગણે બીજા મોટા ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ રહ્યું છે. 15 જાન્યુઆરીથી GMDC ગ્રાઉન્ડમાં જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરાયું છે. 90 એકર વિસ્તારમાં યોજાઈ રહેલા સ્પર્શ મહોત્સવમાં દેશ-વિદેશથી જૈન સમુદાયના લોકો આવી રહ્યાં છે અને પ્રસંગને શોભાવી રહ્યાં છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દર્શનનો લ્હાવો લીધો હતો
રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ
અમદાવાદ સહિત ગુજરાતભરમાં બે દિવસથી પડતી કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાયા હતા. ઉત્તરાયણ પર્વ તેમજ રજાના માહોલ વચ્ચે જ ઠંડીમાં વધારો થતા લોકોની મજામાં બાધા ઉત્પન્ન થઈ હતી. લોકોને દિવસે પણ સ્વેટર પહેરવું પડે એવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે. બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે, ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ 19 તારીખ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. આ સાથે નલિયામાં 1 ડીગ્રી સૌથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ છે, જોકે ઠંડીથી બચવા લોકો તાપણાં કરતાં નજરે ચડ્યા હતા.

દારૂડિયાનો હાઈવોલ્ટેજ ડ્રામા
વલસાડ લોકો શેડમાં કામ કરતો એક યુવક તેની પત્ની અને 2 બાળકો સાથે રહે છે. રવિવારની રજા હોવાથી યુવકે દારૂનો નશો કર્યો હતો. જેને લઈને પત્ની સાથે ઝઘડો થતા ફ્લેટના સજ્જા ઉપર બેસી ગયો હતો. અને આપઘાત કરી લેવા દારૂના નશામાં લવારા કરવા લાગ્યો હતો. હજાતના અંગે પરિવારના સભ્યોને જાણ થતાં પરિવારના સભ્યોએ અને સ્થાનિક લોકોએ યુવકને વાત કરવાના બહાને અંદરથી હાથ પકડી યુવકને બચાવવા વલસાડ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાઈ હતી. વલસાડ નગર પાલિકાના ફાયર બ્રિગેડની ટીમે રસ્સી વડે યુવકને બાંધી 2 કલાકની ભારે જાહેમાટે રેસ્ક્યુ કરી હાઈ વોલ્ટેજ ડ્રાંમાંનો અંત લાવ્યા હતા. ઘટના અંગે વલસાડ સીટી પોલીસની ટીમને જાણ થતાં સીટી પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ડિંગુચા કેસમાં સફળતા મળી
વિદેશ જવાની ઘેલછામાં જીવ ગુમાવનારા ગાંધીનગર જિલ્લાના ડિંગુચાનાં પરિવારના મોત મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 19 જાન્યુઆરી 2022નાં રોજ કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે ડિંગુચાનાં પરિવારના 4 સભ્યો ઠંડીમાં થીજી જતાં મોત નિપજતા હતા. જે મામલે એમ્બેસી સહિત ગુજરાત પોલીસ તપાસ કરી રહી હતી. ડિંગુચાનાં પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ બોબી ઉર્ફ ભરત પટેલની ધરપકડ કરાઈ હતી.

શિકારની ઘટના CCTVમાં કેદ
ગીર જંગલમાં સિંહની સંખ્યામાં વધારો થતા જંગલને અડીને આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ ઘૂસી આવવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગતરાત્રિએ માળિયા હાટિના તાલુકાના જલંધર ગામમાં બે ઘૂસ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. રાત્રિના સમયે બે સિંહે ચાર ગાયના શિકાર કર્યા હતા. સિંહના શિકારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. તો આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમે જલંધર ગામે જઈ તપાસ પણ હાથ ધરી છે. તેમજ વનવિભાગ સિંહને ગામથી દૂર રાખે તેવી ગામલોકો માંગ કરી રહ્યા છે.

વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં જમીન દલાલીનું કામ કરતા એક વેપારીએ અલગ અલગ 8 વ્યક્તિઓ પાસેથી 10 કરોડથી વધારે રકમ વ્યાજે લીધી હતી. જેમાંથી મોટા ભાગની રકમ ચૂકવી પણ દીધી હતી. પરંતુ થોડી રકમ ચૂકવવાની બાકી હતી. જેની સામે વ્યાજખોરોએ કરોડો રૂપિયા ચૂકવવાનું બાકી હોવાનું કહીને વેપારીને અવારનવાર ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને વેપારીએ ઊંઘની 50થી વધુ ગોળીઓ એક સાથે લઈને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. વેપારીનો જીવ બચી જતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
No comments :
Post a Comment