https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/876fc437-a0ef-47eb-94e9-fd0d404c3bb2_1673883901948.jpg
વલસાડ12 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડી વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગના આઠમા માળેથી છ વર્ષનું બાળક પટકાતા મોત નિપજ્યું હતું.

નિર્માણાધીન બિલ્ડિંગમાં રતિલાલ અરજ તેની પત્ની સાથે મજૂરી કામ કરી રહ્યો હતો. 6 વર્ષના દીકરાને નજીકમાં આવેલી આશ્રમ શાળામાં અભ્યાસ કરવા મોકલ્યો હતો. ઉત્તરાયણ પર્વ નિમિત્તે શાળામાં 2 દિવસની રજા જાહેર થતા દીકરાને પોતાની પાસે બોલાવ્યો હતો. દીકરા સાથે બિલ્ડીંગની સાઈડ ઉપર રહેતા હતા. જે દરમ્યાન આજ રોજ રતિલાલ મજૂરી કામ કરી રહ્યા હતા. અને તેમની પત્ની દીકરા રુદયને લઈને બિલ્ડીંગના 8માં માળ તરફ જઈ રહ્યા હતા. જે દરમ્યાન અચાનક દીકરા રુદયનો પગ સ્લીપ થતા 8માં માળેથી નીચે પટકાયો હતો. ઘટનામાં દીકરા રુદયનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સેલવાસ પોલીસની ટીમને થતા પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

સાથી શ્રમિકોએ ઘટના અંગે બિલ્ડર અને સમાજના અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. સમાજના અગ્રણીઓ અને બિલ્ડર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના અંગે સેલવાસ પોલીસને ઘટનાની જાણ થતાં સેલવાસ પોલીસે 6 વર્ષના બાળકની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરાવવામી તજવીજ હાથ ધરી છે. ઘટનાને લઈને શ્રમિક પરિવારના અગ્રણીઓ બિલ્ડર પાસેથી વળતરની માંગણી કરી રહ્યા છે.
