માઇનસ 6 ડીગ્રીથી આબુમાં બરફની ચાદરો, અદભુત માહોલની મજા માણવા પ્રવાસીઓ ઊમટ્યા, હોટલો હાઉસફુલ | Sheets of snow in Abu from minus 6 degrees, tourists came to enjoy the wonderful atmosphere, hotels are full.

બનાસકાંઠા (પાલનપુર)10 મિનિટ પહેલા

રાજસ્થાનમાં ઠંડીની અસર વધી રહી છે. ઉત્તર ભારતમાંથી આવતા બર્ફીલા પવનને કારણે માઉન્ટ આબુમાં પારો માઈનસમાં ગયો છે. ખેતરોમાં ઘાસની જેમ બરફ પથરાઇ ગયો છે, ગાડીઓ ઉપર અને માટલામાં બરફ જામી ગયો છે. હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ધ્રૂજી ઊઠ્યા છે. તો આવા માહોલની મજા માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડતા હોટલો હાઉસફુલ થઇ ગઇ છે. માઇનસ 6 ડિગ્રીથી ગુરુશિખર પર જવુ સહેલાણીઓ માટે અશક્ય બન્યું છે.

અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો
બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસ અગાઉ વખત તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રીએ પહોંચ્યું હતુ. જ્યારે આજે તો તાપમાન માઇનસ 6 ડિગ્રી પહોંચતા અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે.

ગુજરાતીઓને આબુ જવા વધારે ખર્ચ નથી કરવો પડતો
છેલ્લા એક-બે અઠવાડિયાથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુનું તાપમાન માઇનસમાં નોંધાય છે. ડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આબુની મજા કંઈક અલગ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી સહેલાણીઓ આબુ આવતા હોય છે. મહત્વનું છે કે, કાશ્મીર-શિમલા જેવા ઠંડા પ્રદેશોમાં ફરવા જવા ગુજરાતીઓને હજારો રુપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે, આબુ ગુજરાતની બોર્ડરને અડીને આવેલું હોવાથી ગુજરાતીઓને અહીં જવા માટે વધારે ખર્ચ નથી કરવો પડતો. 200-300 રુપિયાના ભાડામાં જ આબુ પહોંચી જવાય છે.

ઠંડાગાર તાપમાનમાં પણ સહેલાણીઓનો જમાવડો
આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. પાણીના કુંડા અને સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. બે અઠવાડિયાથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે, માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટી રહ્યા છે. ચારેબાજુ બરફ જોતાં સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે. જ્યારે હોટેલો હાઉસફુલ જોવા મળી રહી છે.ઠ

તસવીરોમાં જોઇએ આબુનો નજારો

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post