નવોદય વિદ્યાલયમાં ધોરણ-6થી પ્રવેશ મેળવવા માટે આ તારીખો નોંધી લેજો

અમદાવાદઃ જે વિદ્યાર્થીઓ તેજસ્વી તારલા છે તેઓ નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરે તે માટે પસંદ કરવામાં આવતું હોય છે. ઘણાં વાલીઓ પણ પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ કરવાની તક મળે તે માટે તેમના બાળકોને તૈયાર કરતા હોય છે. આ વર્ષ માટે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે સમિતિ દ્વારા જાહેરાત બહાર પાડી દેવામાં આવી છે. આ માટે પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2023 છે. navodaya.gov.in અને cbseitms.rcil.gov.in/nvs પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વિગતે જાણો કે અહીં કોને પ્રેવશ મળી શકે છે.

શું છે નવોદય વિદ્યાલય સમિતિ?
જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે અને તેમાં ધોરણ-6થી બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. દરેક જિલ્લામાં નવોદયની એક શાળા આવેલી છે. અહીં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે અલગ હોસ્ટેલની સુવિધા મળી રહે છે. જે બાળકો આ શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થાય છે તેમને ભણતરના, હોસ્ટેલમાં રહેવાના, સ્કૂલ યુનિફોર્મ, સ્ટેશનરી સહિતના તમામ ખર્ચમાંથી મુક્તિ મળી જાય છે. આ સમિતિ દ્વારા ગામડાના અને છેવાડાના તેજસ્વી તારલાઓ સહિતના વિદ્યાર્થીઓને ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે.

અભ્યાસની સાથે શારીરિક પ્રવૃત્તિઓ જેવી કે સ્પોર્ટ્સ અને ગેમ્પમાં પણ વિદ્યાર્થીઓ સારી રીતે કેળવાય તેનું પણ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. નવોદયમાં NCC, સ્કોટ્સ અને NSS જેવી પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓનો રસ કેળવવામાં આવે છે.

નવોદયમાં ભણેલા વિદ્યાર્થીઓ સતત પરિણામમાં રહે છે અગ્રેસર
* JEE Main 2022: 7585માંથી 4296 (56%) વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
* JEE Advanced 2022: 3000માંથી અહીં 1010 (33.7%) વિદ્યાર્થીઓ ક્વોલિફાય કર્યું હતું.
* NEET 2022: 24807માંથી 19352 (78.0%) વિદ્યાર્થીઓએ ક્વોલિફાય કર્યું હતું.
* Best Result In Bord: ધોરણ-10 અને 12ના બોર્ડમાં અહીં ભણેલા વિદ્યાર્થીઓનું પરિણામ ટોપ પર રહેતું હોય છે. વર્ષ 2021-22માં નવોદયનું ધોરણ-10નું બોર્ડનું પરિણામ 99.71% જ્યારે ધોરણ-12નું પરિણામ 98.93% રહ્યું છે.

નવોદયમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું?
જે જિલ્લામાંથી વિદ્યાર્થીએ સરકારી અથવા સરકાર માન્ય શાળામાંથી ધોરણ-5 સુધીનો અભ્યાસ કર્યો હોય તેઓ નવોદય વિદ્યાલય સમિતિમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકે છે.

જે બાળકોએ સરકારી અથવા સરકાર માન્ય શાળામાંથી ધોરણ-3 અને 4નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને તેમનો જન્મ 01/05/2011થી 30/04/2013ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ.

અનામતના લાભ પણ મળશે
નવોદયમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓમાં પ્રેવશમાં ગ્રામ્ય વિસ્તારના 75% વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે.

સરકારી નિયમ પ્રમાણે નવોદયમાં પ્રવેશ મેળવવા માગતા SC, ST, OBC અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને અનામત આપવામાં આવે છે.

અહીં ઓછામાં ઓછી 1/3 બેઠકો વિદ્યાર્થિનીઓ માટે અનામત રાખવામાં આવે છે.

અગત્યની તારીખો નોંધી રાખજો
ખાસ કરીને જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને શાળાના ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ નથી પરંતુ બાળક ભણવામાં હોંશિયાર હોય તેઓ પોતાના બાળકોને આ શાળામાં ભણાવીને તેનું ઉજવળ ભવિષ્ય બનાવી શકે છે. નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/01/2023 છે. જ્યારે અહીં તારીખ 29/04/2023માં પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Tejas Jingar

First published:

Tags: Education Ministry, Government School, Gujarat Education, Higher education