રાજકોટ7 મિનિટ પહેલા
- કૉપી લિંક

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઇ
રાજકોટ જિલ્લા પંચાયતને 15માં નાણાપંચ અંતર્ગત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી 10% રકમ મુજબ કુલ રૂપિયા 786.35 લાખના કામોને આજે મળેલી ખાસ સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સામાન્ય સભામાં માળખાગત કામો માટે 394.85 લાખ, પાણીના કામો માટે 197 લાખ અને સફાઈના કામો માટે 194 લાખની ફાળવણી કરવામાં આવી છે. તાલુકા મથકોએ આવેલા જિલ્લા પંચાયત હસ્તકના ગેસ્ટ હાઉસના રીપેરીંગ, રીનોવેશન, ફર્નિચર ખરીદી જેવી બાબતો માટે 1 કરોડની અલગથી ફાળવણી કરવામાં આવી છે.

સફાઈના કામો માટે 194 લાખની ફાળવણી કરવામાં આવી

સમયસર આવેલા કર્મચારીનું સન્માન
શહીદ પરિવારને 5 લાખની આર્થિક સહાય અપાશે
સામાન્ય સભાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતા હીરાબાના અવસાન અંગે બે મિનિટનું મૌન પાળી શોક ઠરાવ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે જસદણ તાલુકાના વતની અને સૈન્યમાં ફરજ બજાવતા મનુભાઈ શહીદ થતા તેને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહીદ પરિવારને રાજકોટ જિલ્લા પંચાયત તરફથી 5 લાખની આર્થિક સહાય આપવાના આવશે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની રાજકોટ જિલ્લાની તમામ આઠ બેઠક પર ભાજપનો વિજય થતા ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને અને મંત્રીમંડળમાં સ્થાન પામેલા ભાનુબેન બાબરીયા તથા કુંવરજીભાઈ બાવliળિયાને અભિનંદન આપતો ઠરાવ સામાન્ય સભામાં પસાર કરાયો હતો.

ગેસ્ટ હાઉસના રીપેરીંગ-રીનોવેશન માટે 1 કરોડની અલગથી ફાળવણી કરવામાં આવી
સમયસર આવેલા ત્રણ કર્મચારીઓનું સન્માન, મોડા આવનાર સામે પગલાં લેવાશે
રાજકોટ જિલ્લા પંચાયતમાં કર્મચારીઓની હાજરી ફેસ રીડરથી પૂરવામાં આવે છે. નિયમિત રીતે સમયસર કચેરીમાં હાજર થઈ જતા પ્રતીક પાટણવાડીયા, મહેન્દ્રભાઈ મહેતા અને હિતેશભાઈ પાઠક નામના ત્રણ કર્મચારીનું આજે સામાન્ય સભામાં સન્માન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં ઉપસ્થિત તમામ સભ્યોને અપીલ કરતાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે નિયમિત રીતે શાખાઓમાં અને તાલુકાઓમાં ચેકિંગ કરતા હોઈએ છીએ. તમારા વિસ્તારમાં કોઈ કર્મચારી કે અધિકારી સમયસર ન આવતા હોય તે વગર રજાએ ગેરહાજર રહેતા હોય તો મને જાણ કરજો અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.