Thursday, January 19, 2023

રાજકોટ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લાઓમાં 85 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટના રેન્જ આઇ.જી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જ હેઠળ પાંચ જેટલા જિલ્લાઓ આવે છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. વ્યાજખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસે જે અભિયાન શરૂ કર્યું છે તે અંતર્ગત રાજકોટ રેન્જ હેઠળ અવતાર તમામ જિલ્લાઓમાં લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 47 લોક દરબાર, જામનગર જિલ્લામાં 35 લોક દરબાર, મોરબી જિલ્લામાં 96 લોક દરબાર, રાજકોટ ગ્રામ્યમાં 37 લોક દરબાર જ્યારે કે સુરેન્દ્રનગર જિલ્લામાં 54 જેટલા લોક દરબાર યોજવામાં આવ્યા છે. આમ પાંચેય જિલ્લામાં કુલ 269 લોક દરબાર યોજવામાં આવ્યા છે.