A farmer from Shuklatirtha area of Bharuch cultivates pink garlic amb – News18 Gujarati

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના શુકલતીર્થ વિસ્તારના ખેડૂત ઉર્વેશ પટેલ ગુલાબી લસણની ખેતી કરે છે. ખેડૂત છેલ્લા 8 થી 10 વર્ષથી લસણની ખેતી કરે છે. ખેડૂત ગુલાબી લસણનું બિયારણ રાજકોટથી લાવે છે. ખેડૂત સવા એકર જમીનમાં લીલા લસણનો પાક લે છે. આ લસણનો પાક રોકડીયો પાક છે. દર વર્ષે 1500 થી 2000 રૂપિયામાં ખેડૂત બિયારણ લાવે છે. ચાલુ વર્ષે બિયારણના ભાવમાં ઘટાડો થયો છે. ખેડૂત માત્ર 300 રૂપિયામાં બિયારણ લાવ્યા છે. લીલા લસણનો પાક સાફ સૂથરી જમીનમાં કરવામાં આવે છે. કચરાવાળી જમીનમાં લસણનો પાક બગડી જાય છે.

લીલા લસણને પાક શિયાળુ પાક તરીકે લેવામાં આવે છે

લીલા લસણના પાકને ઠંડી તેમજ સૂકી આબોહવા વધુ માફક આવે છે. શિયાળું પાક તરીકે લસણનો પાક લેવામાં આવે છે. લસણના કંદ અને કળીઓના વિકાસ માટે નીચુ તાપમાન જરૂરી હોય છે. લસણના કંદના વિકાસ સમયે ઉનાળાના દિવસોની સરખામણીમાં ઠંડી અને લાંબી રાત્રિવાળું વાતાવરણ પાકના ઉત્પન્ન અને ગુણવતા માટે વધુ માફક આવે છે. લસણની ખેતી દક્ષિણ ગુજરાત સારા પ્રમાણ થઈ શકે છે.

વકલ પદ્ધતિથી લીલા લસણની ખેતી કરવામાં આવે છે

લસણનો પાક ગમે તે સમયે ઉગી શકે છે. પરંતુ ગુજરાતમાં લસણની ખેતી શિયાળાના સમયમાં થાય છે. લસણની કળીઓ છુટી પાડી તેને જમીન પર પાથરી વાવવામાં આવે છે. લીલા લસણની ખેતી વકલ પદ્ધતિથી કરવામાં આવે છે. અલગ અલગ ચાસ પાડયા બાદ ખેતી કરવામાં આવે છે. એક ચાસમાં લસણનો પાક તૈયાર થાય ત્યારે બીજા ચાસમાં લીલા લસણનો અડધો પાક તૈયાર થાય છે. છેલ્લા ચાસમાં લસણની ખેતીની શરૂઆત થાય છે.તો લસણના પાકમાં સિગ્નેચર, ચીની સ્પ્રે કરવામાં આવે છે. સ્પ્રે કરવાથી લસણના પાકને પોષણ મળી રહે છે.

લસણના પાકમાં મજૂરી ખર્ચ વધુ થાય છે

ખેડૂતે જણાવ્યું હતુ કે, લસણના પાકમાં મજૂરી ખર્ચ વધુ થાય છે. તેઓ એક મણના 160 રૂપિયા મજૂરી આપે છે. મજૂરો પાકનું નિંદામણ કરીને તેને સાફ કરે છે. ત્યારબાદ તેને પાણીમાં ધોઈને સાફ કરીને ખેડૂતને આપે છે. લસણના પાકને તૈયાર થવામાં 60થી 65 દિવસ લાગે છે. એમ જોવા જઈએ તો પાક 80 દિવસમાં પૂરો તૈયાર થઇ જાય છે. નિંદામણ એક જ વાર કરવામાં આવે છે. તેમજ ખેડૂત ડાયનો છંટકાવ કરે છે. તેમજ યુરિયા અને ફોન્સનો છંટકાવ કરી પાક તૈયાર કરવામાં આવે છે. તેઓને 1 કિલોના 50 રૂપિયા મળતા હોવાનું જણાવ્યું હતું. મણના 1 હજાર રૂપિયા ભાવ મળે છે.

તમારા શહેરમાંથી (ભરૂચ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Bharuch, Farmer in Gujarat, GARLIC, Local 18

Previous Post Next Post