A girl from Ahmedabad won the gold medal in the state level karate championship 2022 AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતી શનાયા ત્રિવેદીએ તાજેતરમાં એસ.એસ. ડિવાઇન સ્કૂલ ખાતે આયોજિત એડવાન્સ ટેફુડો માર્શલ આર્ટ દ્વારા આયોજિત 13મી રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ 2022 માં ગોલ્ડ મેડલ જીત્યો છે.

હાલમાજ યોજાયેલી એડવાન્સ ટેફુડો માર્શલ આર્ટમાં શનાયાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.તેણીએ કોરોનાના કપરા કાળમાં કરાટે, કુંગ-ફૂ, જુડો, કિક બોક્સિંગ ની પ્રેક્ટિસ શરૂ કરી હતી, શનાયાને તેમના કોચ હિમાંશુ રાવલ કોચિંગ પુરી પાડે છે. શનાયા હાલ આનંદનિકેતન સ્કુલમાં  બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.

કરાટે, કુંગ-ફૂ, જુડો, કિક બોક્સિંગ સ્પર્ધામાં આત્મ સુરક્ષા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે

માર્શલ આર્ટ એ એક સામાન્ય શબ્દ છે. જે વિવિધ દેશોની લડાઈ પદ્ધતિઓને આપવામાં આવે છે. જેમાં કરાટે, કુંગ-ફૂ, જુડો, કિક બોક્સિંગ અને અન્ય સેંકડો માર્શલ આર્ટની તાલીમ હેઠળ આવે છે. ત્યારે આ પ્રકારની સ્પર્ધામાં આત્મ સુરક્ષા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે.

આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય માત્ર કેવી રીતે લડવું અને મજબૂત બનવું તે શીખવવાનો નથી. પરંતુ વિદ્યાર્થીઓની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ક્ષમતાઓને મજબૂત કરીને તેમના વ્યક્તિત્વમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવાનો અને તેમને જીવન પ્રત્યેના સંતુલિત અભિગમ તરફ માર્ગદર્શન આપે છે.

કરાટેમાં શસ્ત્રોનો ઉપયોગ કર્યા વિના વિરોધીને પછાડવા માટે શરીરની શક્તિ અને તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે

ખાસ વાત કરીએ તો કરાટેમાં હુમલો કરવા માટે શસ્ત્રોનો ઉપયોગ કર્યા વિના વિરોધીને પછાડવા માટે માત્ર શરીરની શક્તિ અને તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. કિક બોક્સિંગ એ સ્વ-બચાવની પરિસ્થિતિઓ માટે એક ઉત્તમ સંપર્ક રમત માર્શલ આર્ટ છે. સ્પિરિટ કોમ્બેટમાં ભાગવું, ફેંકવું, પડવું, રોલિંગ અને પકડવાની મૂળભૂત કુશળતાનો સમાવેશ થાય છે.

શનાયા એક ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2021 હોલ્ડર છે

શનાયા ત્રિવેદી સાથે વાત કરતા જણાવ્યું કે તે એક ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2021 હોલ્ડર છે. આ સાથે તે એક આર્ટિસ્ટ અને શેફ પણ છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત એક આર્ટિસ્ટથી કરી હતી. તેણે અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ જીત્યા છે. જેમાં તેણે પોતાનું, પોતાના પરિવારનું, સ્કૂલનું અને સમાજનું નામ રોશન કર્યું છે.

વધુમાં જણાવ્યું કે કરાટેમાં એક છોકરી તરીકે સ્પર્ધામાં ભાગ લઈને તેણે ઈતિહાસ રચ્યો છે. જે સૌ લોકો માટે એક ખુશીની વાત છે. તેનું સ્વપ્ન હજી આ સ્પર્ધામાં આગળ વધીને ઈન્ટરનેશનલ લેવલ પર પહોંચી ભારતનું ગૌરવ વધારવાનું છે. સમાજની દરેક યુવતીઓને તેમની પોતાનામાં રહેલી સ્ત્રી શક્તિઓને ઉજાગર કરી મોટિવેટ કરવાનું છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Local 18, Sports Award